યાત્રાળુઓને લઇ જતી બસ પલટી ખાઇ ગઇઃ ર૦ વ્યક્તિને ગંભીર ઇજા

અમદાવાદ: અધિક માસ નિમિત્તે યાત્રાળુ ભરીને નીકળેલી બસ કરજણના ઓઝ ગામ નજીક પલટી ખાઇ જતાં ર૦ યાત્રાળુઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રીથી યાત્રાળુઓ ઓઝ ગામ નજીક આવેલ માર્કન્ડેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી બસમાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે કરજણ અને ઓઝ વચ્ચેના રોડ પર બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ર૦ યાત્રાળુઓને ઇજા થતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like