કોલકાતા બાદ સિલિગુડીમાં નદી પર બનેલો પૂલ તૂટ્યો

સિલિગુડી:પશ્ચિમ બંગાળમાં પુલ તૂટવાનો સિલ‌િસલો બંધ થવાનું નામ લેતો નથી. હજુ ત્રણ દિવસ પહેલાં જ પાટનગર કોલકાતામાં પૂલ તૂટવાની મોટી દુર્ઘટનાના સમાચાર ભુલાયા નથી ત્યાં આજે સિલિગુડીમાં પણ નદી પર બનેલો એક પૂલ તૂટી પડ્યો હતો.

સિલિગુડીમાં પીછલા નદી પર બનેલો આ પુુલ આજે સવારે તૂટી પડ્યો હતો. આ પુલ રખલગંજ અને માનગંજને જોડે છે. પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર વાહનો દોડી રહ્યાં હતાં. પૂલ તૂટી પડવાથી અનેક વાહનો ફસાઇ ગયાં છે. સિલિગુડીમાં આ પૂલ તૂટી પડવાના સમાચાર મળતાં જ પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કોલકાતામાં એક પૂલ તૂટી પડવાની મોટી દુર્ઘટના ઘટી હતી. દક્ષિણ કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બનેલ પ૦ વર્ષ જૂના માજેરહાટ પુલનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ પૂલ તૂટવા અંગે રાજનીતિ શરૂ થઇ ગઇ હતી.

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પૂલ તૂટવાની દુર્ઘટના પર પોતાની સરકારનો બચાવ કરતાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં રોજ અનેક લોકો મરી રહ્યા છે ત્યારે કેમ કોઇ સવાલ ઉઠાવવામાં આવતો નથી?

પશ્ચિમ બંગાળમાં ભાજપે પૂલ દુર્ઘટના માટે મમતા સરકારને જવાબદાર ગણાવી હતી. તેની ઉગ્ર પ્રતિક્રિયારૂપે મમતાએ જણાવ્યું હતું કે તમે લોકો વારાણસી અને મહારાષ્ટ્રમાં પૂલ તૂટી પડવાની ઘટના સામે કેમ સવાલ ઉઠાવતા નથી?

મમતા બેનરજીએ આ દુર્ઘટના પાછળ ભાજપની સા‌િજશ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બાબત અમારા હાથમાં નથી. પૂલનું નિર્માણ કોંગ્રેસની સરકારમાં થયું હતું, અમે કંઇ ખોટું કર્યું નથી.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago