હવે મહિલાઓની જેમ પુરુષો માટે પણ આવશે ગર્ભનિરોધક દવાઓ

હજુ સુધી તમે મહિલાઓ માટેની ગર્ભનિરોધક ગોળીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે મહિલાઓને આ દવા લેવાથી મુક્તિ મળી શકે છે. ટૂંક સમયમાં બજારમાં પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીઓ આવશે અને આ ગોળીએ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની સાથે સાથે કારગર હશે.

વાસ્તવમાં વૈજ્ઞાનિકોની શોધમાં સામે આવ્યુ છે કે, હવે પુરુષોની શુક્રાણુની ગતિશીલતા પર કંટ્રોલ કરી શકાશે. જેના કારણે ફળદ્રુપતાની ક્ષમતામાં ઘટાડો કરી શકાશે. આ પ્રયોગ બાદ પુરૂષો માટે પણ ગર્ભ નિરોધની ગોળી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે આ ગોળી પુરૂષના હાર્મન્સ પર પણ કોઇ આડ અસર નહીં પહોંચાડે.

જર્નલ પીએલઓએસ વનમાં પ્રસિધ્ધ થયેલ આ શોધ વિશે દાવો કરવામાં આવેલ છે કે, આ યોજનાથી ‘પુરૂષ-પિલ’ બનાવવામાં આવશે.આ ગોળીનો ઉપયોગ કરનાર વ્યક્તિને કોઇપણ પ્રકારની આડઅસર થશે નહીં.

ઉલ્લેખનીય છે કે,આ સંશોધનનો પ્રથમ પ્રયોગ નર વાંદરાઓ પર કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, આ દવાની કોઇ આડ અસર થયેલી જોવા મળતી નથી અને 18 દિવસ પછી પણ વાંદરાઓમાં સંપૂર્ણ રીતે સુધારાના લક્ષણો જોવા મળ્યા હતા.

You might also like