13800 કરોડ જાહેર કરનાર મહેશ શાહ પર મોટો ખુલાસો, જુઓ Video

વીટીવી ન્યૂઝના સ્ટીંગ ઓપરેશનમાં કરોડોના કૌભાંડી મહેશ શાહે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 13 હજાર 800 કરોડનું કૌભાંડ કેમ સામે આવ્યું તે અંગે મહેશ શાહે પહેલી વખત ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મારા CA તહેમુલ શેખનાએ ગદ્દારી કરી અને મારા નાણાંને કાળાનાણાં જાહેર કર્યા.

તેની સાથે જ બે નંબરનું ફોમ પણ જાહેર કર્યું હતું. જેના કારણે આ બધું કાંડ સામે આવ્યું છે. મહેશ શાહે એવો પણ ખુલાસો કર્યો છે કે, 13 હજાર કરોડ તો કાંઈ નથી. મારી પાસે 86 હજાર કરોડ રૂપિયા છે. પરંતુ મારો CA ગદ્દાર નિકળ્યો. જોકે હવે મારું બધુ પતી ગયું છે.. હવે કોઈ કેસ પણ રહેતો નથી.

ઈન્કમ ટેકસવાળા સાથે મિશટગ છે. જેમાં તેમની સાથે થોડા વહેવાર કરવાના બાકી છે. મારું કોઈ કાંઈ બગાડી શકયું નથી કારણ કે, રાજનેતાઓ સાથે મારી બેન્ક છે. આ સાથે જ તેણે એવું પણ કહ્યું કે, આ ભારત છે. જ્યાં બધું જ થઈ શકે છે.. મહેશ શાહ નિર્દોષ. કેસ બંધ.

આને કહેવાય વિકાસ. એક તરફ લોકોનાં ખાતામાં પગાર આવતા પહેલા જ ટેકસ કપાઈ જાય છે. જ્યારે બીજી તરફ આવા કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કયાંકને કયાંક સીસ્ટમ પણ ખોખલી થઈ રહી છે. કારણ કે આવા મહાકૌભાંડીઓ સાથે કેટલાક નેતાઓ અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે.. તેવું આ સ્ટીંગ ઓપરેશન પરથી સ્પષ્ટ કહી શકાય.

You might also like