પોલેન્ડનું એક ખૂબ સુંદર ગામ જ્યાં તમામ વસ્તુઓ પર કરાય છે ચિત્રકારી

પોલેન્ડમાં જલીપઈના પોલિશ ગામમાં કોઈએ ઘરમાં એક ફૂલ બનાવી દીધું. બસ પછી શું જ્યાં જુઓ ત્યાં આખે આખા ગામમાં એકબીજાના ઘરમાં ચિત્રકારી થવા લાગી, બારણું હોય, ટીપોઈ હોય, બારી હોય કે કોઈ પણ બીજી ચીજવસ્તુ કેમ ન હોય તમામે તમામ વસ્તુઓ પર ચિત્રકારી થવા લાગી.

વેન્ટિલેશનની યોગ્ય સુવિધા ન હોવાને કારણે ખાવાનું પણ સ્ટવ પર બનાવવામાં આવે છે, એવામાં દીવાલો પર ધૂમાળાના કાળા નિશાનો બની જાય છે. આ કાળા નિશાનોને ઢાંકવા માટે પોલેન્ડમાં જલીપઈના પોલિશ ગામમાં એક ઘરમાં કોઈએ ચિત્રામણ કરી તો બીજાએ પણ એની નકલ કરીને અને આખા ગામમાં ચિત્રકારી ફેલાઈ ગઈ.
Zalipie-village-Poland1
ધીમે ધીમે આ પેઇન્ટિંગ્સ ગામની ઓળખ બનાવા લાગી ગઈ.
Zalipie-village-Poland2
વર્ષ 1948થી અહીં સૌથી ઓછી પેન્ટિંગવાળા ઘરને ઇનામ પણ આપવામાં આવ્યું.
Zalipie-village-Poland3
આ હરિફાઈનો હેતુ લોકોને બીજા વિશ્વ યુદ્ધમાં થયેલા નુકસાનની યાદોથી બહાર કાઢવાનો છે.
Zalipie-village-Poland4
ફૂલઝાળ અને વેલોથી સજાવેલા આ સુંદર ઘર હેવ આ ગામની ઓળખ બની ગયા છે.

You might also like