એક બેન્કમાં એક જ બચત ખાતું ખોલાવી શકાશે

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા નિયમો અંતર્ગત હવે કોઇ પણ એક બેન્કમાં માત્ર એક જ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકાશે. જો કોઇ વ્યક્તિ એક બેન્કમાં એકથી વધુ બચત ખાતું ખોલાવે તો તેનું આ બચત ખાતું એક મહિનાની અંદર જ બંધ કરી દેવામાં આવશે. જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ નિયમ લાગુ કરી દીધા છે. એટલે કે એસબીઆઇમાં માત્ર એક જ બચત ખાતું ખોલાવી શકાશે.

આરબીઆઇના નવા નિયમો અંતર્ગત એક બેન્કમાં એકથી વધુ બચત ખાતું ખોલાવવામાં આવે તો પાન કાર્ડ નંબર સ્વયં સ્વીકારવામાં નહીં આવે. દરમિયાન બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે અન્ય બેન્કો પણ આરબીઆઇના આ નવા નિયમોને લાગુ કરવાની કવાયત હાથ ધરી દીધી છે. આરબીઆઈના નિયમ અનુસાર એક બેન્કમાં એકથી વધુ ખાતાં રાખી શકાય છે, પરંતુ એક બેન્કમાં એકથી વધુ બચત ખાતું ખોલાવી શકાશે નહીં. બચત ખાતાનો આ નિયમ જોઇન્ટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને લાગુ નહીં પડે.

You might also like