આ દેશોમાં છે કીડાવાળી બ્રેડની ડિમાન્ડ, લોકો વખાણી વખાણીને ખાય છે!

જો તમારી આંખોની સામે ચામાં માખી પડી જાય તો શું તમે એ ચા પીવાની પસંદ કરશો? મોટાભાગના લોકો આવી ચા પીવાનું પસંદ કરતા નથી. પરંતુ વિશ્વમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો કીડાની બ્રેડ ખાવાની પસંદ કરી રહ્યા છે અને તે પણ ખૂબ ભાવથી ખાઈ રહ્યા છે.

હકીકત એવી છે કે, આ બ્રેડ સ્વાસ્થય માટે ફાયદાકારક જણાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ ફિનલેન્ડની એક પ્રખ્યાત કંપનીએ કીડામાંથી બનાવેલી બ્રેડ બનાવવાની શરૂ કરી છે. જેને ઝીંગુરથી બનાવવામાં આવે છે.

આ બ્રેડ બનાવવા માટે 70 કીડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કીડાથી તૈયાર કરવામાં આવેલ બ્રેડમાં કેલ્શિયમ, વિટામીન અને ફેટી એસિડ હોય છે. ફિનલેન્ડમાં આ બ્રેડની ડિમાન્ડ ખૂબ છે.

આ પ્રકારની બ્રેડને કંપની ઘણી ટેસ્ટી અને હેલ્ધી કહીને માર્કેટમાં વેચી રહી છે. આ બ્રેડ બનાવતી બેકરીએ કહ્યું છે કે, ‘આ બ્રેડ કીડોમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે આ ઘણી સસ્તી પડે છે. આ બ્રેડ ફિનલેન્ડમાં જ નહીં બલ્કે બેલ્જિયમ, ડેનમાર્ક અને નેધરલેંડમાં પણ વેચાઈ રહી છે.’

You might also like