OMG! 118 વર્ષની મહિલાના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું

લુધિયાણાની સદ્ગુરુ પ્રતાપસિંહ હોસ્પિટલે મેડિકલ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. હોસ્પિટલના ૩પ વર્ષીય કાર્ડિયોલોજિસ્ટ ડો.રવનીન્દરસિંહ કુકાએ પાંચ પેઢી જોઇ ચૂકેલાં ૧૧૮ વર્ષનાં કરતારકૌરના હાર્ટમાં પેસમેકર ફિટ કરીને તેમને નવજીવન આપ્યું છે.

પરિવાર પાસે હાલના રેકોર્ડ મુજબ ફિરોઝપુર નિવાસી કરતારકૌરની ઉંંમર ૧૧૮ વર્ષ છે. ડો.રવનીન્દરનો દાવો છે કે સૌથી વધુ ઉંમરના દર્દીને પેસમેકર નાખીનેે તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.  ગિનિસ બુકમાં અત્યાર સુધી ૧૦૭ વર્ષના દર્દીને પેસમેકર લગાવવાનો રેકોર્ડ છે. હોસ્પિટલે  ગિનિસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી છે.

ડો.રવનીન્દરે જણાવ્યું કે ર૪ ફેબ્રુઆરીની રાત્રે કરતારકૌરને ફિરોઝપુરથી તેમની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. તેઓ કમ્પ્લીટ હાર્ટ બ્લોક, લો હાર્ટ બીટ અને લો બ્લડપ્રેશર સામે લડી રહ્યાં હતાં. તે સમયે તેમના હાર્ટ બીટ ર૦થી રર પ્રતિમિનિટ હતા.

હાર્ટબીટ વધારવા અને બ્લડપ્રેશર ઉપર લાવવા ટેમ્પરરી પેસમેકર મૂકવામાં આવ્યું. લગભગ ૧ર કલાક બાદ તેમના હાર્ટબીટ ઉપર આવ્યા અને તે વાતો કરવા લાગ્યાં. ત્યાર બાદ સ્થાયી રીતે પેસમેકર લગાવવાનો નિર્ણય લેવાયો.

You might also like