એન્ડ્રૉઇડમાં સર્ચ કરવાનું થયુ વધુ સરળ,ગુગલે લોન્ચ કરી IN Apps

એન્ડ્રૉઇડ યુઝર્સ માટે ગુગલ લઇને આવ્યું છે એક નવુ ફીચર. આ અંતરગત સ્માર્ટફોનમાંથી તમે કોઇપણ કંટેટને સહેલાઇથી શોધી શકો છો.હાલ કોઇપણ એપ્સમાં શોધવું સરળ નથી અને જો હોઇ તો તેનું રિઝલ્ટ સરળ અને સાચું નથી હોતું.

આ નવા ફિચર In Apps ની મદદથી બીજી એપની જેમ કોન્ટેક્ટસ, ફોટો અને વિડીયોમાં કોઇપણ ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરી શકાશે.આ સિવાય બીજી એપ્સની જેમ Gmail, સ્પોટીફાઇ અને વોટ્સઅપમાં પણ તમે કામ કરી શકાશે.

આ ઓફલાઇન કામ કરી શકાશે એટલે કે તમારે કોઇપણ ઇન્ટરનેટની જરૂરીયાત નથી પડે.ગુગલ કંપનીના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં આ એપ્સમાં બીજી એપ્સનો પણ સપોર્ટ આપવામાં આવશે. એટલે કે આ ફિચર પછી ફેસબુક મેસેન્જર, લિંક્ડ ઇનમાં પણ તમે માહિતી સર્ચ કરી શકશો.

જો તમે આ ફિચર શરૂ કરવા માંગતા હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઇ ફક્ત ગુગલ એપને અપડેટ કરવુ પડશે.  ત્યારબાદ સર્ચમાં તમને In Appsનું ઓપ્સન જોવા મળશે. જેમાં તમારે ફક્ત તમને જે માહિતી જોઇએ છે તેની માહિતી ગુગલને કહેવાની રહેશે બાકીનું કામ ગુગલ પોતાની જાતે તમારી માહિતી વિશે જાણકારી આપશે.

You might also like