અમદાવાદનાં 98 હજાર રિક્ષા ચાલકો પાસે જ લાયસન્સ, પોલીસ અને તંત્ર નિષ્ક્રિય

અમદાવાદઃ મેગાસીટીમાં ચાલતી 1લાખ 80હજાર જેટલી રિક્ષાઓ સામે માત્ર 98 હજાર રિક્ષા ચાલકો જ લાયસન્સ ધરાવે છે. તો સાથે માત્ર 15 હજાર જ બેઝ ધારક ડ્રાઈવરો છે. ત્યારે અમદાવાદમાં દિલ્હી જેવો ઉબરકાંડ બને તો રિક્ષાચાલક કોણ હતો તે શોધવું મુશ્કેલી ભર્યુ બની જાય છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 1 લાખ 80 હજાર 753 રિક્ષાઓમાં 98 હજાર 575 રિક્ષા ચાલકો જ લાયસન્સ ઘરાવે છે. 15 હજાર 462 રિક્ષા ચાલકો પેસેન્જર રિક્ષાનો બેઝ ધરાવે છે. લોડિંગ રિક્ષાઓ 63 હજાર 901 છે. જેમાં માત્ર 3 હજાર 372 પાસે લોડિંગ રિક્ષાનાં લાયસન્સ છે.

એક તરફ વિદેશી રોકાણો દેશમાં લાવીને સ્માર્ટ સીટીનાં સપનાઓ દેખાડવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ જેવાં શહેરમાં 50 ટકા જેટલાં રિક્ષા ચાલકો વગર લાયસન્સે રિક્ષા ચલાવી રહ્યાં છે અને લોકો પોતાનાં જીવનાં જોખમે આ કામ કરી રહ્યાં છે. નોંધનીય છે કે RTI અતંર્ગત સામે આવેલી માહિતીમાં આ ખુલાસો થયો છે કે કદાચ 10 વર્ષે પણ શહેરોને સ્માર્ટ સીટી નહીં બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક વખત રિક્ષા ટોળીઓ દ્વારા ગુના કરવાના બનાવો સામે આવ્યાં છે. તો અનેક વખત પેસન્જરને લુંટવામાં પણ આવ્યાં છે. રિક્ષાઓમાંથી બેગ ચોરીનાં બનાવો પણ અનેક વાર બન્યાં છે.

તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચાલતી રિક્ષાઓનાં રિક્ષા ચાલકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ પણ લાયસન્સ તપાસ કરતી વખતે કયારેય રિક્ષાવાળા પાસે બેઝ માંગતી નથી.

You might also like