આતંકીઓનો ખુલાસો, રક્કામાં ISIS તરફથી લડનારાઓમાં ઘણા ભારતીયો શામેલ

નવી દિલ્લી: ઇસ્લામિક સ્ટેટ (ISIS)થી જોડાયેલા સુબહાની હજા મોઇદીને સુરક્ષા એજન્સીઓ સામે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે ભારતના અનેક યુવાનો જેઓએ ISIS જોઈન કર્યું છે તેઓ સીરિયાના શહેર રક્કામાં ISIS વતી લડી રહ્યા છે.

ISISમાં શામેલ થયું મોઇદીન
સુબહાની હજા મોઇદીન એક ભારતીય છે જેણે ISIS જોઈન કર્યું હતું. તેણે 2015માં ઇરાકમાં ટ્રેનિંગ લીધી હતી. સુબહાની હજા મોઈદીને જણાવ્યું છે કે અનેક ભારતીય યુવાનો આઈએસઆઈસમાં શામેલ કરવા તેઓને રક્કા શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે. તે આઈએસઆઈએસ તરફથી ઈરાકી સેના વિરુદ્ધ લઈ રહ્યા છે.

ISIS સાથે જોડાયેલા ઘણા મહત્ત્વના ખુલાસા
સુબહાની મોઈદીન ભારતથી આઈએસઆઈએસમાં શામેલ થનારો પહેલો સભ્ય હતો. તે દુનિયાના સૌથી ખૂંખાર આતંકી સંગઠનનો વરિષ્ઠ સભ્ય છે.
તેણે જણાવ્યું છે કે ગયા વર્ષે સતત પાંચ મહિના સુધી મોસૂલ શહેરમાં આઈએસઆઈએસના સભ્યોના સંપર્કમાં તે રહ્યો. તેની સાથેની વાતચીતને આધારે જાણી શકાયું છે કે આઈએસઆઈએસમાં પસંદ કરવામાં આવેલા ભારતીયો રક્કા શહેરમાં તૈનાત છે.

ISISમાં શામેલ થયેલા 22 યુવાનો અફઘાનિસ્તાનમાં તૈનાત
મોઇદીને હજી વધુ ચોંકાવનારા ખુલાસા સુરક્ષા એજન્સીઓ સામે કર્યા છે. તેણે જણાવ્યું છે કે આઈએસઆઈએસમાં શામેલ થનારા કેરળના 22 યુવાનો અફઘાનિસ્તાનમાં તૈનાત છે. તેઓ ISISના ફાઇટરો તરીકે અફઘાનિસ્તાનમાં લડી રહ્યા છે.

સુબહાની હજા મોઈદીને જણાવ્યું છે કે અબુ બક્ર અલ બગદાદીના નેતૃત્વવાળા આતંકી સંગઠનમાં વર્ષ 2014 સુધી 60થી વધુ ભારતીય શામેલ થયા છે. એમાંથી ઘણાના મોત લડાઈ દરમિયાન થઈ છે.

You might also like