પ્રદૂષણ પર NGTનું કડક વલણ, રાજધાનીમાંથી હટશે 10 વર્ષ જૂના ડિઝલ વાહનો

દેશની રાજધાનીમાં પ્રદૂષણ ખતરનાક સ્થિતમાં પહોંચી ગયું હોવાથી રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણ (NGT)એ કડક વલણ અપનાવ્યું છે. તેણે દિલ્લીને આ સ્થિતિમાં પહોંચાડવા માટે કેન્દ્ર અને દિલ્લી સરકારને બરાબર ફટકાર લગાવી છે. ન્યાયાધિકરણે કહ્યું છે કે દિલ્લીની નિરંતર પ્રદૂષિત આબોહવા માટે બંને સરકારો સાથે વાત કરી, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કે કડક પગલાં ભરવામાં આવ્યા નથી.

દિલ્લીમાં વિકરાળ થઈ રહેલા પ્રદૂષણ પર કાર્યવાહી કરતા ન્યાયાધિકરણે કહ્યું છે કે કેવળ બેઠક જ થઈ રહી છે. ન્યાયાધિકરણે કાલે પ્રદૂષણ પર સુનાવણી કરતા દિલ્લીના મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માંગી હતી. દિલ્લી સરકાર તરફથી એનજીટીને આજે બતાવવામાં આવ્યું છે કે બંને બેઠકો કરવામાં આવી છે. આના પર ન્યાયાધિકરણે કહ્યું છે કે માત્ર બેઠકો કરવાથી શું ફાયદો થશે. કોઈ એવું પગલું ભરવામાં આવે જેનાથી પ્રદૂષણ ઓછું થાય.

ન્યાયાધિકરણે કહ્યું છે કે દિલ્લીમાંથી 10 વર્ષ જૂની ગાડિયોને હીજી સુધી માર્ગ પરથી હાટવવામાં નથી આવી. ન્યાયાધિકરણે કહ્યું છે કે દક્ષિણ દિલ્લીમાં અને ક્ષેત્રોમાં ઇમારત બનાવવાના કામને નજરઅંદાજ કરવામાં આવે છે. કોઈ બોલવાવાળું નથી. નિર્માણ કાર્યથી ઉડતી ધૂળ પ્રદૂષણ મોટું કારણ છે. ન્યાયાધિકરણે દિલ્લી સરકારને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો માર્ગ પરથી હટાવવા માટે પોતાના સૂચનો પર અમલ કરવા કહ્યું છે.

You might also like