વોડાફોન આપી રહ્યું છે પોતાના ગ્રાહકોને ફ્રી ગિફ્ટ અને મીઠાઈ, સ્ટોરમાં જઈને લઈ આવો

નવી દિલ્લી: ટેલિકોમ કંપની વોડાફોને પોતાના સીમ યુઝર્સ માટે એક સ્પેશિયલ દિવાળી કેમ્પેઇન લાવ્યું છે. આ કેમ્પેઇન હેઢળ જે ગ્રાહકો 26 ઓક્ટોબર અને 28 ઓક્ટોબર વોડાફોન સ્ટોરમાં જશે તેઓને ફ્રી ગિફ્ટ અને મિઠાઈ આપવામાં આવશે. વોડાફોને આ પહેલા પોતાના ગ્રાહકોને દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે કરી છે. વોડાફોને કંપની આ ઓફર દિલ્લી-એનસીઆરમાં પોતાના 52 સ્ટોર્સ પર આપી રહી છે.

અહીં પણ છે ખાસ ઓફર
વોડાફોન કંપની તરફથી તામિલનાડુના યુઝર્સને પણ દિવાળી પર સ્પેશિયલ ઓફર આપવામાં આવી છે. આ ઓફર હેઢળ જો ગ્રાહકો વોડાફોન સ્ટોર જશે તો તેઓને બેસ્ટ ઓફર આપવામાં આવશે જે તેઓની જરૂરિયાત પ્રમાણે છે. તામિળનાડુમાં આ ઓફર 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ચાલશે. મળતી માહિતી પ્રમાણે તામિલનાડુમાં આશરે 60 સ્ટોર્સ છે. કંપનીએ જણાવ્યું કે તામિલનાડુમાં આશરે 16 મિલિયન વોડાફોન ગ્રાહકો છે.

કંપની આપશે બેસ્ટ પ્લાન
વોડાફોન તામિલનાડુના બિઝનેસ હેડ એસ મુરલીએ બતાવ્યું છે કે યુઝર્સને સૌથી સારી સેવા આપવાનો જ કંપનીનો ઉદ્દેશ્ય છે અને કંપની આ દિવાળી યુઝરની જરૂરિયાત પ્રમાણે જ તેઓને બેસ્ટ પ્લાન આપશે.

You might also like