સાબરમતી જેલમાંથી 95 કેદીઓ છૂટ્યા : પરિવારજનો ગતગદિત થયા

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને છોડાવવામાં આવશે તેવી 26 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આજે રોજ સાબરમતી જેલમાંથી 95 કેદીઓને છોડવામાં આવ્યા હતા. જેને લેવા માટે પોતાનાં ઘરેથી પરિવારજનો આવ્યા હતા. લાંબા સમય બાદ જેમને જોઇને આંખો ભીની થઇ ગઇ હતી.

પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 80 પુરૂષ અને 15 મહિલાઓ કેદીઓને છોડવામાં આવ્યા હતા. સરકાર દ્વારા મુક્ત કરનાર આરોપીઓમાં નરેન્દ્ર સિંહનું પણ સમાવેશ થાય છે. જેલમાં કલા બતાવનાર નરેન્દ્ર સિંહ જેલમુક્તિથી ખુબ જ ખુશ છે.

સાબરમતી જેલની બહાર પાટણનાં શબ્બીર પઠાણ પોતાનાં ભાઇને જેલમુક્તિ સમયે ભાવુક જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે મારો ભાઇ 24 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યો છે. અને આજે મુક્ત થશે.

You might also like