હેં ખોરી સીંગ ખાવાથી કેન્સર થઈ શકે! જાણો નિષ્ણાતો શું કહે છે

વડોદરા: જીવલેણ રોગ ગણતો કેન્સર, ઘણા લોકોને મુખનો કોળિયો બનાવી ચૂક્યો છે. કેન્સર જનજાગૃતિ વિશે યોજાયેલા એક સેમિનારમાં નિષ્ણાતોએ એકમતે થઈને કહ્યું હતું કે માનવ સ્વાસ્થ્યને કેમ બચાવવું તે મોટો પ્રશ્ન છે. કેમ કે હવા, પાણી, ખોરાક, જમીન રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ આમ તમામ વસ્તુઓના વપરાશથી કે અતિશયોક્તિ કે અછતથી બિમારીઓ થઈ શકે છે. હવે એવી એક પણ ચીજ બચી નથી જેનાથી કેન્સરની બીમારી ફેલાવતા રસાયણોની હાજરી ન હોય. તમાકું, દારૂ, અન્ય વ્યસનો ઉપરાંત ખરાબ લાઈફ સ્ટાઈલ ઝેરી સરાયણો માટે ઉદ્દીપકનું કામ કરે છે.

કેન્સરને આહાર સાથે સીધે સીધો સંબંધ છે. જેમ કે, ગળા અને જઠરના કેન્સર માટે નિમકમાં આવેલા પદાર્થો જવાબદાર હોય છે. વધુ પડતા કેલ્શિયમના સેવનથી પણ પ્રોટેસ્ટનું કેન્સર થવાની શક્યતામાં વધારો થાય છે. માટે કેલ્શિયમની ગોળી ખાવાનું પુરૂષોએ ટાળું જોઈએ. જો કે ખોરાકમાં કુદરતી રીતે મળતા કેલશ્યિમથી કેન્સર થતું નથી.

મગફળી, તલ કે અન્ય તેલીબિયાં પર એસ્પરજીલાસ ફૂગનો ચેપ લાગે છે એટલે કે ખોરા થઈ જાય છે. આવા ખોરા થયેલા તેલીબિયાંમાં આલફા-ટોક્સિન નામનું કારસિનોઝન હોય છે. દારૂ જાતીતો કેન્સર પદાર્થ છે. મોં-ગળા, અન્નનળી, લીવર, સ્તન અને આંતરડાના કેન્સર માટે દારૂ જવાબદાર છે. દારૂ અને તમાકું જ્યારે ભેગા થાય છે ત્યારે બંન્નેની અસરનો સરવાળો નહિ પણ ગુણાકાર થાય છે.

You might also like