૯૦૦ વર્ષ જૂની પરંપરા નિભાવવા હવે ઘર બની રહ્યાં છે કબ્રસ્તાન

ઇંદ્રપુરાઃ મધ્ય પ્રદેશમાં એક એવું ગામ અને જિલ્લો છે જ્યાં પરિવારના સભ્યોનું મૃત્યુ થયા બાદ તેમની લાશને ઘરમાં જ દફનાવીને સમાધિ બનાવવામાં અાવે છે. ઘરમાં બનેલી સમાધિની વચ્ચે પરિવારના લોકો રહે પણ છે. કેટલાક ઘરમાં તો બે ત્રણ લોકોની સમાધિ બનેલી છે. અહીં લાશને રૂમમાં, અાંગણામાં કે ઘરની અાસપાસમાં દફનાવાય છે. ત્યારબાદ ત્યાં સમાધિ બનાવવામાં અાવે છે. બડોદા અને ઇંદ્રપુરામાં નાથ સંપ્રદાયના લોકોના અંતિમ સંસ્કાર માટે કોઈ જગ્યા નથી. અા કારણે તેઅો પોતાની ૯૦૦ વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા માટે ઘરમાં જ લાશને દફનાવી રહ્યા છે. મધ્યપ્રદેશના શ્યોપુર હુમલામાં જિલ્લાના બડોદા અને  બે કિલોમીટર દૂર અાવેલા ઇંદ્રપુરાના ઘણાં ઘરોમાં પરિવારના મૃત સભ્યોની સમાધિઅો રહેલી છે.

બડોદામાં નાથ યોગી સમાજના લોકોની વસ્તુ લગભગ ૪૦૦ છે. અા સમાજના લગભગ ૨૫થી વધુ પરિવારોઅે કોઈને કોઈ સભ્યના મૃત્યુ બાદ તેની લાશને ઘરમાં જ દફનાવી છે. ખાસ વાત અે છે કે કેટલાક પરિવારો અા સમાધિઅોની પૂજા કરી રહ્યા છે તો કેટલાક એવા છે જે જમીનની અંદર લાશ દફનાવીને ત્યાં પૂજા કરવાના બદલે અે જમીનને અન્ય ઉપયોગમાં લે છે. નાથ યોગી સંપ્રદાયના અારાધ્ય દેવ ભગવાન શિવ છે. અા સંપ્રદાયના ગુરુ મચ્છેન્દ્રનાથ અને તેમના શિષ્ય ગોરખનાથે પહેલીવાર ૧૧મી સદીમાં મૃતદેહની સમાધિની પરંપરા શરૂ કરી હતી. ત્યારથી અા સમાજમાં મૃતદેહ દફનાવાની પરંપરા ચાલી રહી છે.

નાથ સાધુ સંતો દુનિયાભરમાં ભ્રમણ કર્યા બાદ ઉંમરના અંતિમ પડાવમાં કોઈ એક સ્થાન પર અાવીને અખંડ ધૂન કરતા હોય છે. પોતાની ૯૦૦ વર્ષ જૂની પરંપરા જાળવી રાખવાની મજબૂરીમાં અા સમાજના લોકો મૃતદેહને પોતાના ઘરમાં જ દફનાવી રહ્યા છે. અા સમાજ છેલ્લા ૨૦ વર્ષથી લાશના અંતિમ સંસ્કાર માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કંઈ થઈ શક્યું નથી. નાથયોગી સમાજના રામસ્વરૂપ યોગી જણાવે છે કે ૪૫ વર્ષમાં હજુ સુધી ૨૫ લોકોનાં મૃત્યુ બાદ તેમને ઘરમાં જ દફનાવવા પડ્યા છે.

http://sambhaavnews.com/

You might also like