સેન્સેક્સના ૫,૦૦૦ પોઈન્ટના ઉછાળામાં આ શેરમાં ૯૦૦ ટકા રિટર્ન

અમદાવાદ, ગુરુવાર
બીએસઇ સેન્સેક્સે પહેલી વાર ગઇ કાલે ૩૫ હારની સપાટી ક્રોસ કરી દીધી હતી. આજે પણ શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. ૧૯૮ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૫૦૦૦ પોઇન્ટ ઊછળ્યો હતો. અગાઉ પાંચમી એપ્રિલ ૨૦૧૭ના રોજ સેન્સેક્સે ૩૦ હજારની સપાટી ક્રોસ કરી હતી, જ્યારે ગઇ કાલે ૩૫,૦૦૦ની સપાટી વટાવી દીધી હતી.

સેન્સેક્સના ૫૦૦૦ પોઇન્ટના ઉછાળામાં કેટલીય કંપનીઓ છે કે જેમાં ૯૦૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો, જેમાં એચઇજી કંપનીના શેરમાં ૯૩૦ ટકાનો, જ્યારે ગ્રેફાઇટ કંપનીના શેરમાં ૪૯૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

સાડા સાત મહિનાના સમયગાળામાં ઇન્ડિયા બુલ્સ વેન્ચર, રેઇન ઇન્ડસ્ટ્રીઝ, હિમાદ્રી સ્પેશિયાલિટી કંપનીના શેરમાં ૨૬૩ ટકાથી ૩૧૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એફઆઇઆઇની લેવાલીના પગલે આ શેરમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. એટલું જ નહીં અદાણી ટ્રાન્સમિશન, બોમ્બે ડાઇંગ અને અવંતી કંપનીના શેરમાં પણ ૨૨૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

You might also like