પાક.ના પૂર્વ PM નવાઝ શરીફના ઘરે આત્મઘાતી હુમલો, 9ના મોત

પાકિસ્તાનના લાહોરમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘર નજીક આત્મઘાતી હુમલો થયો છે. જેમાં 5 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવી હતી. હુમલાખોર માનવબોમ્બ બનીને આવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો કે, આત્મઘાતી હુમલાખોરે હુમલો કરવા માટે બાઈકનો ઉપયોગ કર્યો હતો. રેસ્ક્યૂ ટીમના અધિકારીના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ નવાઝ શરીફના નિવાસસ્થાનથી થોડે જ દૂર આવેલ ચેકપોસ્ટની નજીક અને ટેબલ એ જમાત કેન્દ્રની મંડળની બાજુમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આશરે 25 લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટમાં પાંચ પોલીસ કર્મચારીઓના મોત થયા છે. વિસ્ફોટમાં 25 લોકો ઘાયલ થયેલા છે. જેમાં અંદાજિત 14 પોલીસ કર્મીઓનો બચાવ થયો છે. જ્યારે 9 પોલીસ કર્મીઓની સ્થિતિ ગંભીર છે.

You might also like