નવા વર્ષે રાજ્યમાં અલગ-અલગ અકસ્માતમાં 9 લોકોના મોત, પરિવારજનોમાં આક્રંદ

નવું વર્ષનો દિવસ સામાન્ય રીતે લોકો માટે ખુશીઓ લઈને આવે છે. જોકે રાજ્યમાં કેટલાક પરિવારો માટે નવા વર્ષનો દિવસ આફત લઈને આવ્યું. રાજ્યમાં અલગ અલગ સ્થળોએ થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યના વલસાડના ધરમપુર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 3 વ્યક્તિના મોત થય હતા. આ અકસ્માતમાં  2 વ્યક્તિ ઘાયલ થયા હતા. જ્યારે અન્ય અકસ્માત બનાસકાંઠાના ડીસાના કંસારી પાસે કાર અને જીપ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં  2 યુવકના મોત ઘટનાસ્થળે  નિપજ્યા હતા.

એક અન્ય અકસ્માત મોરબી-રાજકોટ હાઈ-વે પર હરબટીયારી ગામ પાસે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકના મોત નિપજ્યા છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સતલાસણાના સૂદાસણા ગામ પાસે પૂરપાટ ઝડપે જતું બાઈક સ્લીપ થઈ જતાં 2ના મોત થયા હતા. જ્યારે એક યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

You might also like