9 લાખ વરિષ્ઠ નાગરિક યાત્રીઓએ છોડી સબ્સિડી, રેલવેને થઇ 40 કરોડ રૂપિયાની બચત

નવી દિલ્હી: સરકારના સબ્સિડી ખર્ચાને ઓછો કરવા માટેના અભિયાનમાં રેલથી યાત્રા કરનાર વરિષ્ઠ નાગરિક પણ સામેલ થઇ ગયા છે. રેલવેની ‘સબ્સિડી છોડો’ યોજના હેઠળ 9 લાખથી વધારે વરિષ્ઠ નાગરિકોએ સ્વેચ્છાથી પોતાની ટિકીટ સબ્સિડી છોડી દીધી છે. એનાથી રેલવેને આશરે 40 કરોડ રૂપિયાની બચચ થઇ છે. આ યોજનાને ગત વર્ષે શરૂ કરવામાં આવી હતી. એમાંવરિષ્ઠ નાગરિકોને એમની ટિકીટ પર આપવામાં આવતી કુલ ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરવો અથવા ડિસ્કાઉન્ટની પૂરી રકમ છોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો. આ વર્ષે એક નવો વિકલ્પ પણ એમના માટે જોડવામાં આવ્યો જેમાં વરિષ્ઠ નાગરિકોને પોતાની સબ્સિડીનો 50 ટકા સુધી છોડવાની સુવિધા આપવામાં આવી.

આ યોજનાને શરૂ કરવાનો હેતુ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી 1300 કરોડ રૂપિયાની સબ્લિડીના બોજથી રેલવેને રાહત આપવાનો છે. આ પ્રકારે 22 જુલાઇથી 22 ઓક્ટોબર 2017ના સમય મર્યાદામાં 2.16 લાખ પુરુષો અને 2.67 લાખ મહિલાઓએ જ્યાં એમની પૂરી સબ્સિડી છોડી દીધી ત્યાં 2.51 લાખ પુરુષ અને 2.05 લાખ મહિલાઓ પોતાની 50 ટકા સબ્સિડીનો નહીં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કુલ મળીને આ 3 મહિનામાં 9.39 લાખ વરિષ્ઠ નાગરિકોએ પોતાની સબ્સિડી છોડી દીધી છે. ગત વર્ષે આ સમયે કુલ 4.68 લાખ વરિષ્ઠ નાગરિકોએ પોતાની સબ્સિડી છોડી દીધી હતી. જેમાં 2.35 લાખ પુરુષ અને 2.33 લાખ મહિલાઓ છે.

મંત્રાલલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આંકડા દેખાડે છે કે સબ્સિડી છોડનાર વાળાની સંખ્યા એક વર્ષમાં બમણી થઇ ગઇ છે. આ રેલવે માટે એક સારા સમાચાર છે. અમે સબ્સિડીમાં કાપ મૂકીને અમારી ખોટને ઓછી કરવા ઇચ્છીએ છીએ.

You might also like