અમદાવાદ સહિત છ મનપાના હોદ્દેદારોનાં નામ નક્કી કરવા ૯ અને ૧૦ ડિસેમ્બરે બેઠક

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓમાં ભાજપે વિજય પ્રાપ્ત કર્યા બાદ ૧૫ ડિસેમ્બર સુધીમાં જનરલ બોડી બની જશે તે પહેલાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુના નેતૃત્વ હેઠળ તા. ૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસીય બેઠક આયોજિત કરાઈ છે.

આ બે દિવસીય બેઠકમાં ૬ મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષપ્રમુખનાં નામો ચર્ચા-વિચારણા- વિચારવિમર્શ બાદ નિશ્ચિત કરવામાં આવશે. પક્ષ તરફથી મેયરપદ માટે નિશ્ચિત થયેલ નામ સીલ કવરમાં મૂકવામાં આવશે, જે જે તે કોર્પોરેશનની જનરલ બોડીની બેઠકમાં જાહેર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં તા. ર ડિસેમ્બરે જાહેર થયેલાં પરિણામો મુજબ રાજ્યની ૬ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં ભાજપનું શાસન આવશે. સાથે જ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનની હેટ્રિક થશે ત્યારે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે અને મહત્ત્વના હોદ્દાઓ માટે નામો નિશ્ચિત થાય તે પહેલાં જ મનપામાં ટોચનાં ચાર પદ મેળવવા હોડ શરૂ થઈ ગઈ છે.

ભાજપના વિજેતા ઉમેદવારો દ્વારા પરિણામો જાહેર થતાંની સાથે જ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પદ માટે લો‌િબંગ શરૂ થઈ ચૂક્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં મેયરપદ માટે પ્રથમ અઢી વર્ષ સામાન્ય પુરુષ વર્ગના પ્રતિનિધિ માટે છે.

ત્યારે મેયર બનવા માટે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવીણ પટેલ અને સતત ત્રીજી વખત કોર્પોરેટર તરીકે જીત મેળવનાર બિ‌િપન પટેલ વચ્ચે સ્પર્ધા ડેપ્યુટી મેયરપદની રેસમાં પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાનું નામ સૌથી આગળ છે. તેમની આ બીજી જીત છે, જોકે મયૂર દવે પણ આ રેસમાં હોવાનું ચર્ચાય છે.

You might also like