૧૯ ફેબ્રુઆરી બાદ કુલ ૮૮ માછીમારના અપહરણ

અમદાવાદ: પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવેલા ભારતીય માછીમારોની સંખ્યા ૮૮ ઉપર પહોંચી ગઇ છે જ્યારે કબજામાં લેવામાં આવેલી બોટની સંખ્યા વધીને ૧૬ ઉપર પહોંચી ચુકી છે. નેશનલ ફિશર વર્ક્સ ફોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શુક્રવારના દિવસે ૪૦ ભારતીય માછીમારોના અપહરણ બાદથી આંકડો સતત વધ્યો છે.

પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ૫૯ બોટ કબજે કરવામાં આવી છે અને ૩૪૦ માછીમારોને પકડી લેવામાં આવ્યા છે. ભારતીય માછીમારો મોટાભાગે કચ્છ દરિયામાં ઇન્ટરનેશનલ મેઇલ ટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક માછીમારી કરે છે. શરૂઆતમાં કરાંચીમાંથી માછીમારો પાસેથી માહિતી મળતી નથી.શનિવારના દિવસે પણ મોટી સંખ્યામાં માછીમારોને પકડી લેવામાં આવ્યા હતા.

૧૬ બોટ સાથે ૮૮ માછીમારોને ૧૯મી ફેબ્રુઆરી બાદ પાકિસ્તાને પકડી પાડ્યા છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ૫૯ બોટ કબજે કરવામાં આવી ચુકી છે. ૧૬ બોટ પૈકી આઠ બોટ ઓખામાંથી અને અન્ય બોટ પોરબંદરના અન્ય વિસ્તારોનું હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ ૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાન સિક્યુરિટી એજન્સીએ તેમની બે બોટ સાથે ૧૨ ભારતીય માછીમારોને પકડી લીધા હતા. તેમના અપહરણ એ વખતે કરવામાં આવ્યા હતા જ્યારે સંબંધો સુધારવાની પહેલ થઇ રહી છે. માછીમારોનું કહેવું છે કે, પાકિસ્તાની જેલોમાં ૫૦૦થી વધુ માછીમારો રહેલા છે. ગયા વર્ષે ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની મોટી પહેલ તરીકે પાકિસ્તાને ૫૭ બોટને મુક્ત કરી હતી. જો કે, પાકિસ્તાનમાં હજુ પણ સેંકડો ભારતીય માછીમારો જેલમાં છે.

You might also like