૮૭ લાખ રૂપિયાનો વેટ નહીં ભરનાર વેપારી દંપતી સામે ગુનો નોંધાયો

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા અને નવરંગપુરામાં કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓનો વેપાર કરતા દંપતીએ રૂ.૮૭ લાખનો વેટ ન ભરતાં આ અંગે વેપારી દંપતી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ થલતેજના કાકાનગરમાં આવેલા નૂપુરભાઇ ટીએફ-રએમાં રહેતા અક્ષયભાઇ મોહનોર અને રીનાબહેન અક્ષયભાઇ મોહનોરની નવરંગપુરા સ્ટેડિયમરોડ પર આવેલા આભૂષણ કોમ્પ્લેક્સમાં મોહનોર ઇન્ફોટેક પ્રા. લિ. નામની કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનું વેચાણ કરતી કંપની હતી. વર્ષ ર૦૧૦થી ર૦૧૧ સુધીમાં વેચાણવેરાખાતામાં ભરવાની થતી વેરાની રકમ રૂ.૮૭.૩ર લાખ તેઓએ ભરી ન હતી.

વેટ વિભાગ દ્વારા તેઓને વારંવાર પત્ર લખી આ અંગે જાણ કરવા છતાં તેઓએ રકમની ભરપાઇ કરી ન હતી. વેપારીની રકમ વસૂલવા બેન્ક ટાંચમાં પણ મૂકવામાં આવી હતી, પરંતુ તેઓની પૂરતી રકમ ન મળવાથી વસૂલાત થઇ શકી ન હતી. વસૂલાત ન થતાં વેપારીને શોધી વાણિજયવેરા વિભાગે નોટિસો ફટકારી હતી, પરંતુ આજદિન સુધી રકમ ભરપાઇ ન કરી ધંધો બંધ કરી દેતાં આ અંગે વાણિજયવેરા વિભાગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વેપારી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like