૮૫ વર્ષના દાદાએ િજંદગીની બધી બચત વાપરીને સ્કૂલ બનાવી

નિવૃત્તિ પછી લોકોને અારામની જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં રહેતા વિદ્યા શર્મા નામના એક દાદાએ ૮૫ વર્ષની ઉંમરે જિંદગીની તમામ જમાપૂંજી વાપરીને પોતાના ગામમાં સ્કૂલ શરૂ કરાવી. ૨૦૦૯માં એ ગામમાં દૂર દૂર સુધી એક પણ સ્કૂલ ન હતી. વિદ્યા શર્મા ભારતમાં જુદા જુદા સ્થળે નોકરી માટે રહ્યા છે.

એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનરપદેથી રિટાર્ડ થયા પછી અલાહબાદ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ૨૦૦૫માં તેઓ ૪૦ વર્ષ બાદ તેઓ પોતાના ગામમાં અાવ્યા ત્યારે તેમને જોયું કે અાટલા વર્ષોમાં અહીં એક સ્કૂલ પણ ખુલી શકી નથી. ૮ કિલોમીટર દૂર એક સ્કૂલ હોવાના કારણે છોકરીઓ તો ત્યાં જતી નથી. અાજે ૯૨ વર્ષની ઉંમરે પણ દાદાનો ઉત્સાહ ઓસર્યો નથી. દાદાએ બનાવેલી સ્કૂલમાં અાજે ૫૦૦ વિદ્યાર્થીઓ ભણે છે.

You might also like