હિંગોનિયા ગૌશાળામાં રેકોર્ડ, એક જ દિવસમાં 85 ગાયોના મોત

જયપુર: દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં જયપુરની સરકારી ગૌશાળામાં ઘણા દિવસો સુધી કાદવમાં ફસાયેલી ભૂખી તરસી 85 ગાયોને બચાવી શકાઇ નહીં. ડોક્ટરો એન્જીનિયરો અને ઓફિસરોની ભારે ફોડની તૈનાતી હોવા છતા રવિવારે રેકોર્ડ સંખ્યામાં 85 ગાયો મરી ગઇય ગૌશાળાના અધિકારીઓનું માનીએ તો અત્યાર સુધી રાજસ્થાનની ગૌશાળામાં ઇતિહાસમાં એક દિવસમાં આટલી ગાયો કોઇ દિવસ મરી નથી.

જો કે મુખ્યમંત્રીના અલ્ટીમેટમ આપવા અને 11 ઓગસ્ટે ગૌશાળાની મુલાકાતને જોતા ગૌશાળાને ચમકાવવા કોઇ કસર છોડવામાં આવી રહી નથી. શનિવારે રાજસ્થાન સરકારના મંત્રીઓ અને અધિકારીઓનો કાફલો ગાયોની નોંધ લેવા જયપુરના હિંગોનિયા ગૌશાળા આવ્યા તો બધાએ દાવો કર્યો કે ગાયોના મૃત્યુનો આંકડો ઘટી જશે. પરંતુ એખ દિવસ પછી એટલે કે રવિવારે આ આંકડો બમણો થઇ ગયો.

એક દિવસમાં આ ગૌશાળામાં ગાયોના મૃત્યુનો આંકડો ઐતિહાસિક બની ગયો છે. 85 ગાયો મરી જેમાં 78 ગાયો અને સાત આખલા હતાં. હજુ પણ 40 ગાયો ગંભીર અવસ્થામાં છે. ડોક્ટરોનું કહેવું છે કે આટલા દિવસો સુધી કાદવમાં ફસાઇ જવાથી ભૂખી તરસી હોવાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ હતી કે તેમને બચાવી શકાય તેમ નહતી. બે ત્રણ દિવસમાં બધી મરવાની જ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આટલી બઘી ગાયોના મરવાને કારણે રોગચાળો ફેલાવવાની આશંકા છે જેના માટે દવાનો છંટકાવ પણ કરાવવામાં આવ્યો છે.

આ વધું થયા પછી જાગેલી સરકાર મોટા સ્તરે ગૌશાળામાં કાયાપલટ કરી રહી છે. ત્રણ દિવસની રજા હોવા છતા અધિકારી અને કર્મચારી લાગેલા છે. મુખ્યમંત્રી વસુંધરા રાજ 11 ઓગસ્ટે હિંગોનિયા ગૌશાળાની મુલાકાત કરશે. પાણીના નિકાલ માટે 17 એન્જિનિયરોની તૈનાતી ગૌશાળામાં કરવામાં આવી છે. 60 ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે.

You might also like