૮૪૦ ફૂટ ઊંચે યુનિસાઈકલિંગ

એક પૈડાંવાળી યુનિસાઈકલ ચલાવવી એ કોઈ પણ સંજોગોમાં અઘરું કામ છે ત્યારે કોઈ ચીમની પર ચડીને એની કિનારીએ આ સાઈકલ ચલાવવાની વાત કરે તો ? ફ્લાવિઉ કાર્નેસ્કુ નામનો રોમાનિયાના એક યુવાને આવો બહાદુરીપૂર્વકનું કામ કર્યું.

હમણાં તે પોતાના નિકોલાઈ ઈસ્માઈલ નામના મિત્રને લઈને ત્યાંની તાગું જિઉ નામની ૮૪૦ ફૂટ ઊંચી ચીમની પર ચડી ગયો. આ અત્યંત જૂની ચીમની પર ચડીને એની તૂટેલી ઈંટોવાળી કિનારીએ તેણે પોતાની એક પૈંડાવાળી સાઈકલ ચલાવી, પોતાનાં આ પરાક્રમને તેણે સેલ્ફી સ્ટિકથી અને પોતાના મિત્રની મદદથી કેમેરામાં કેદ પણ કર્યું.

 

You might also like