લીબિયાના સમુદ્રમાં ડુબી શરણાર્થીઓથી ભરેલી નૌકા : 84 લોકો ગુમ

રોમ : લીબિયાનાં સમુદ્ર કિનારે એક નૌકા ડુબી જવાનાં કારણે તેમાં બેઠેલા 84 શરણાર્થીઓ ગુમ થઇ ગયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન ( IOM)નાં અનુસાર શુક્રવારે આખી રાત ચાલી રહેલા બચાવ કાર્યમાં રાહત દળે લગભગ 26 લોકોને સુરક્ષીત ઉગારી લીધા છે. આની જાણકારી આઇઓએમનાં પ્રવક્તાએ ટ્વિટર પર આપી હતી. અત્રે નોંધનીય છે કે સાગરમાં બોટ ડુબી જવાનાં કારણે આ કોઇ પ્રથમ દુર્ઘટનાં નથી સર્જાઇ.

અગાઉ પણ ધણી દુર્ઘટનાંઓ સર્જાઇ રહી છે. શરણાર્થીઓ મોટા પ્રમાણમાં યુરોપીયન દેશો તરફ શરણમાટે ભાગે છે. બોટની ક્ષમતા કરતા પણ વધારે પ્રવાસીઓ હોવાનાં કારણે બોટ મોટેભાગે સમુદ્રમાં ડુબી જાય છે. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ આવી ઘટનાઓ થઇ ચુકી છે.

You might also like