ઇસરો 82 સેટેલાઇટ એક સાથે લેન્ચ કરી બનાવશે રેકોર્ડ

ચેન્નઇઃ ઇસરો આગામી વર્ષે 15 જાન્યુઆરીના રોજ એક સાથે 82 સેટેલાઇટ લોન્ચ કરશે.  જેમાં 60 અમેરિકાના હશે. આ મિશન સંપૂર્ણ રીતે સફળ રહેશે તો એક વખતમાં સૌથી વધારે સેટેલાઇટ લોન્ચિંગનો વર્લ્ડ રેકોર્ડ બનશે. હાલ સૌથી વધારે સેટેલાઇટ લોન્ચ કરવામાં ભારતનો નંબર ત્રીજો છે. એક સાથે ભારત 20 સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યુ છે.

મળતી માહિતી મુજબ માર્સ મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ. અરૂણન તરફથી મળતી માહિતી મુજબ ઇસરો આગામી વર્ષે જાન્યુઆરીમાં વિશ્વ રેકોર્ડ બનાવશે. તે એક સાથે 82 સેટેલાઇટ લોન્ચ કરશે. જેમાં 60 અમેરિકાના અને 20 યૂરોપના જ્યારે બે યુકેમાં બનેલા સેટેલાઇટ હશે. તેમાં પીએસએલવી રોકેટ એડવાન્સ વર્ઝન પીએસએલબી એક્સએલથી લોન્ચ કરવામાં આવશે. હાલ એક સાથે સૌથી વધારે રોકેટ લોન્ચ કરવાનો રેકોર્ડ રશિયાના નામે છે. જૂન 2014ના રોજ 37 સેટેલાઇટ એક સાથે લોન્ચ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ અમેરિકાનો નંબર આવે છે. જેણે 17 નવેમ્બર 2013ના રોજ 29 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા.

સૌથી વધારે સેટેલાઇટ લોન્ચ કરવામાં ઇસરો ત્રીજા નંબર પર છે. ઇસરોએ આજ વર્ષે 22 જૂને એક સાથે 20 સેટેલાઇચ લોન્ચ કર્યા હતા. જેમાં અમેરિકાના 13 છે. જાન્યુઆરીમાં 82 સેટેલાઇટ લોન્ચિંગનું મિશન સફળ રહેશે તો અઢી વર્ષમાં અસરો આ બીજો રેકોર્ડ સ્થાપિત કરશે. 24 સપ્ટેમ્બર 2014માં ઇસરોએ પ્રથમ પ્રયાસમાં જ મંગળની ઓર્બિટમાં માર્સ મંગલયાનને મોકલીને રેકોર્ડ બનાવ્યો હતો.

 

You might also like