Categories: Ahmedabad Gujarat

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવતી હોય છે પરંતુ ઓનલાઇન સટ્ટો રમાતો હોવાથી પોલીસ પણ લાચાર બની જાય છે.

બુકીઓ મન મૂકીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે. ક્રિકેટ મેચનો સટ્ટો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રમાડવામાં આવે છે. જેમાં મોટાભાગનું સંચાલન વિદેશથી થાય છે. એક અનુમાન મુજબ અત્યારે ૮૦ ટકા જેટલો સટ્ટો ઓનલાઈન રમાય છે.

કોઇપણ મેચ શરૂ થાય ત્યારે બુકી બોબડી લાઇન, તેમજ અન્ય તરકીબોથી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. જેમાં પોલીસને ધણી સફળતા મળી હતી. જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી ઓનલાઇન સટ્ટો રમાતાં પોલીસને જોઇએ તેવી સફળતા મળતી નથી. બુકી તેમજ ખેલી પોલીસથી બચવા માટે ઓનલાઇન વેબસાઇટ તેમજ મેચની એપ્લિકેશન દ્રારા સટ્ટો રમી રહ્યા છે.

આઇપીએલ મેચમાં ક્રિકેટ સટ્ટામાં હાર-જીતના અસંખ્ય પ્રકાર છે. કઇ ટીમ જીતશે, કોણ કેટલો સ્કોર કરી શકશે, એક ઓવરમાં કેટલા રન થશે, કેટલા નો-બોલ, ડોટબોલ અને કેટલી વિકેટ પડશે તેના ભાવ અલગ અલગ હોય છે. કયો ખેલાડી કેટલા રન લેશે, ખેલાડીના શતક, અર્ધશતક, કયો ખેલાડી કેટલી ફોર-સિક્સર મારશે તે સહિત ૧૦૦થી વધુ પ્રકારે હાર-જીતનો જુગાર રમાડવામાં આવે છે.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રમનારનું આઇડી કોઇ પણ હોય, ભાવ વિદેશની મંજૂરીવાળી ‘બેટફેર’ના જ હોય છે. બુકીઓ સટ્ટાની એપનું ઓપરેટિંગ વિદેશની ધરતી પરથી કરે છે. આવી એપના સર્વર પણ વિદેશમાં જ છે. આઇડી કોઇ પણ બુકીની હોય, દરેક આઇડીમાં ભાવ સરખા જ ખૂલે છે અને એ દરેક હાર-જીતના ભાવ વિદેશમાં સરકારની માન્યતા ધરાવતા ‘બેટફેર’માં જે ભાવ હોય એ ભાવ જ ફરે છે. આ માટે તમામ આઇડી બેટફેર સાથે લિન્કઅપ હોવાનું બુકી બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું.

મુખ્ય બુકીઓ પેટા બુકીઓને માસ્ટર આઇડી આપે છે. આ આઇડીમાં પેટા બુકીઓને તેની હાર-જીતની હેસિયત પ્રમાણે પાંચ લાખથી ૧૦-૨૦ કરોડ સુધીનું બેલેન્સ નાખી દેવામાં આવે છે. પેટા બુકીઓ તેના પંટરોને હાર-જીતની ક્ષમતા મુજબ ૧૦ હજારથી ૧ કરોડ સુધીની બેલેન્સ નાખી આપે છે. જેટલી રકમની એડવાન્સ ડિપોઝિટ આપે તેટલી જ રકમનું બેલેન્સ મળે છે, નિયમિત ચુકવણું કરી આપતા પેટા, બુકી પંટરને ડિપોઝિટથી બમણું, ત્રણ ગણું બેલેન્સ આપે છે અને વધુ વિશ્વસનીય હોય તો ડિપોઝિટ વિના બેલેન્સ અપાય છે.
બુકી, પંટરને આઇડી સાથે પાસવર્ડ આપવામાં આવે છે. આ પાસવર્ડથી જ એપ એક્ટિવ થાય અને સોદા થઇ શકે. જેટલું બેલેન્સ હોય એ બેલેન્સ પૂરું થઇ જાય તો એપમાં સોદો પડી શકતો નથી. (પંટર જેટલી રકમ જીત્યો હોય એ બેલેન્સમાં ઉમેરાતી જાય છે). સામાન્ય રીતે ક્રિકેટ સટ્ટામાં મેચ પૂરો થયાના બીજા દિવસે ‘સેટલિંગ’ (હાર-જીતની રકમની રોકડમાં લેતી દેતી) કરવામાં આવે છે પરંતુ આઇડી પર રમાતા સટ્ટામાં દર સોમવારે આખા અઠવાડિયાનું ‘સેટલિંગ’
થાય છે.
ઓન લાઇન ક્રિકેટ સટ્ટાની એપમાં રાજકોટના બુકીની ડાયમંડ, પ્લે ઇન વિન, હાલ દુબઇ સ્થાયી થયેલા બુકીની બ્રો ફોર બેટ, મલ્ટી ( આ એપમાં ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ સહિત કોઇ પણ મેચ ઉપર સટ્ટો રમી શકાય છે), બઝર ૩૬૫, લોટસ, ફેન્સી બેટ, જમ્બો, બેટ ૩૬૫, LC, ફ્લેક્સ બેટ, સુપર સ્ટાર, મારુતિ એકસ. ડિજિટલ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા બીજા કોઇ પ્રયાસ કરે કે ન કરે પરંતુ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા મોટા બુકીઓએ સટ્ટા માટે આ સૂત્રને અપનાવી પોત પોતાની ખાસ એપ બનાવી લીધી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago