જીવન જરૂરિયાતની ૮૦ ચીજવસ્તુઓને જીએસટીમાંથી બહાર રાખવામાં આવશે

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર ઝીરો ટકા ટેક્સની સાથે ચાર સ્લેબ ટેક્સ લેવાનો નિર્ણય કર્યો છે.જે પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના દરે રહેશે. કાઉન્સિલ હવે કઈ ચીજવસ્તુઓને કયા સ્લેબમાં લાવવી તે અંગેની તૈયારીઓ કરી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ૮૦ જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને જીએસટીમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

આ ચીજવસ્તુઓ ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં. જેમાં ખાદ્યાન્ન વસ્તુઓ, ફળ, શાકભાજી, મીઠું જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ટેક્સ નહીં લેવાની યાદીમાં સમાવેશ થઈ શકે છે. તો બીજી બીજુ હાલ એક્સસાઈઝ ડ્યુટીમાંથી બહાર પ્રોસેસ ફૂડ ચીજવસ્તુઓ જેવી કે બિસ્કિટ, ચીઝ અને માખણને જીએસટીના દાયરામાં લાવી શકે છે. હાલ જુદી જુદી ૩૦૦ એવી ચીજવસ્તુઓ છે કે એકસસાઈઝ છૂટની યાદીમાં સામેલ છે.

કેન્દ્ર અને રાજ્યોની સમાન કર રાહતની યાદીમાં બ્રેડ, ઈંડાં, દૂધ, શાકભાજી, અનાજ, પુસ્તકો અને મીઠું છે. આગામી દિવસોમાં જીએસટીમાં પણ આ ચીજવસ્તુઓ પર ટેક્સમાં રાહત મળી શકે છે. એટલું જ નહીં કેટલીક સર્વિસ કે જે નેગેટિવ યાદીમાં છે. જેમાં સરકાર રાહત આપે છે અને સર્વિસ ટેક્સ નાખવાના આવતો નથી. સર્વિસની યાદી ટૂંકી કરી શકે છે.

જીએસટી કાઉન્સિલ દ્વારા કઈ ચીજવસ્તુઓ કયા ટેક્સના સ્લેબમાં આવશે. તેની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ટેક્સ નિષ્ણાતો દ્વારા કાઉન્સિલને આ અંગે રજૂઆતો પણ મળી રહી હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં અધિકારીઓની બનેલી કમિટી કઈ ચીજવસ્તુઓ કયા ટેક્સના માળખાંમાં આવશે તેની યાદી તૈયાર કરી રહ્યું છે.
visit : www.sambhaavnews.com

You might also like