સાઉદી પ્રિન્સે 80 બાજ માટે બુક કરાવી ફર્સ્ટ ક્લાસ એર ટિકીટ

નવી દિલ્હી: ફ્લાઇટમાં સફર કરવી એક સારો અનુભવ છે, પરંતુ જ્યરે માણસની જગ્યાએ કોઇ પક્ષી હવાઇ સફ કરે ત્યારે કેવું લાગે? સોશિયલ મીડીયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો.

જણાવી દઇએ કે સાઉદી અરબના પ્રિન્સ પોતાના 80 બાજને લઇને વિમાનમાં સીટ બુક કરાવી. બાજ માટે ફ્લાઇટની મીડિલ સીટો બુક કરી હતી. દરેક બાજને બૂડ્સ પહેરાવામાં આવ્યા જે એમના માથાથી લઇને આંખોને કવર કરી રહ્યું હતું. બર્ડ્સને શાંત રાખવા માટે આ હૂડર્સ પહેરાવામાં આવે છે. એક પેસેન્જરે કહ્યું કે એકદમ નવો એક્સપીરિયન્સ હતો. આ પ્રકારના પેસેન્જર સાથે હવામાં ઉડવાનો.

ખાડી દેશોમાં બાજને વ્યક્તિ જેવું સમ્માન આપવામાં આવે છે. એરલાઇન્સ યાત્રી સાથે ચાલી રહેલા બાજને જગ્યા આપવા માટે ના પાડી શકે નહીં. કતરમાં તો બાજના નામનો પાસપોર્ટ પણ રજૂ થાય છે. સાઉદી અરબ સહિત કેટલાક દેશોમાં બાજ વિરુદ્ધ ભેદભાવ રોકવા માટે કાયદા બનાવવામાં પણ આવ્યા છે.

You might also like