ઉત્તર ભારત ઠંડીથી ઠૂંઠવાયું ધુમ્મસથી ૮ર ટ્રેનોને અસર

નવી દિલ્હી : રાજસ્થાનની સરહદે આવેલા પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૩ ડિગ્રી થઇ જતા પ્રવાસીઓ ઠૂંઠવાઇ ગયા છે. સુપ્રસિદ્ધ નખી લેકમાં બરફતા થર જામી ગયા છે જયારે બાગ-બગીચાના ઘાસ પર બરફથી સફેદ ચાદર પથરાઇ ગઇ છે. અહીં એક જ રાતમાં ૭ ડિગ્રી તાપમાન ઘટી ગયુ હતુ. બુધવારે ૪ ડિગ્રી જે રાત્રે એકાએક ૭ ડિગ્રી ગગડી માઇનસ ૩ પહોંચી ગયુ હતુ. ગઇકાલે મોસમનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો. માઉન્ટ આબુ માઇનસ ૩ ડિગ્રીને કારણે થીજી ગયું છે.

 

કાતિલ ઠંડીથી લોકો હતપ્રત થઇ ગયા છે ઠેરઠેર બરફ જામી ગયો છે. જયપુરમાં પ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ચુરૂ અને પાલીમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. દરમિયાન કારગિલમાં સૌથી વધુ માઇનસ ૧૬.પ ડિગ્રી ઠંડી નોંધાઇ છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી નોંધાયું છે. ઉત્ત્।ર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ૪૦થી વધુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તો અનેક ટ્રેનો મોડી દોડી રહી છે. રાજસ્થાનમાં સત્ત્।વાળાઓએ તમામ ખાનગી, સરકારી અને સીબીએસઇની સ્કૂલોમાં ૩૦મી સુધીનો સમય બદલી નાખ્યો છે.

 

દિલ્હીમાં તાપમાન ૬.૯ ડિગ્રી નોંધાયું છે. ભોપાલમાં ૧૦ ડિગ્રી તો જલંધરમાં ૩.પ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હરિયાણાના નારનોલમાં બે ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠેરઠેર ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ડાઉન થઇ ગઇ છે. કાશ્મીરમાં ઠંડીના પ્રકોપને કારણે લોકો ઘરમાં ભરાઇ રહ્યા છે. હવાઇ અને માર્ગ વાહન વ્યવહાર અસર પડી રહી છે. ઉત્ત્।ર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દેશના કેટલાક ભાગોમાં માઇનસમાં તાપમાન પહોંચી ગયું છે.

 

બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઇ જતા વાહનવ્યવહાર અને ટ્રેન સેવા પર માઠી અસર થઇ હતી. ૮૦થી વધારે ટ્રેનની અવરજવર પર અસર થઇ હતી. આજે સવારે દિલ્હીમાં ધુમ્મસની ચાદર રહી હતી. જેથી લોકોને વાહન વ્યવહારમાં મુશ્કેલી નડી હતી. કેટલીક જગ્યાએ નાના મોટા અકસ્માત પણ થયા હતા. વિઝિબિલિટી ધટી જવાના કારણે અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે. બીજી બાજુ ફલાઇટ ઓપરેશનને પણ અસર થઇ હતી. દિલ્હીમાં પણ ગઇકાલે તાપમાન નોંધપાત્ર રીતે ધટી ગયું હતું.

 

આજે સવારે ધુમ્મસના કારણે દિલ્હીથી દોડતી આશરે ૨૫ ટ્રેનોને મુશ્કેલી નડી હતી. જેથી હજારોની સંખ્યામાં યાત્રીઓ અટવાઇ પડ્યા હતા. કુલ ૮૨ ટ્રેનોની અવર જવર પર અસર થઇ હતી. સવારે છ વાગ્યાની આસપાસ ટ્રેનોની અવરજવરને થોડાક સમય માટે રોકી દેવામાંઆવી હતી. દિલ્હી વિમાની મથક પર પણ વિજિબિલિટી ૫૦ મીટર કરતા ઓછી થઇ ગઇ હતી. મિડિયા અહેવાલમા દાવો કરવામાં આવ્યો છે કે આશરે ૧૦ વિમાની સેવાને અસર થઇ હતી.

 

હાલમાં ઉત્ત્।ર ભારત કાતિલ ઠંડીના સકંજામાં છે. ગુરૂવારના દિવસે કારગિલમાં સિઝનની સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. કારગિલમાં તાપમાન માઇનસ ૧૬.૪ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. રાજયના અન્ય ભાગોમાં પણ માઇનસમાં તાપમાન રહ્યું હતું. મેદાની ભાગો રાજસ્થાન, પંજાબ અને હરિયાણઁમાં પણ આવી જ સ્થિતિ રહી હતી અને તાપમાનમાં ધટાડો રહ્યો હતો

You might also like