આ 8 કારણોના લીધે રિજેક્ટ થઇ શકે છે તમારી Home Loan

જો તમે હોમ લોન એટલે કે ગૃહ લોનની સાથે મકાન ખરીદવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તો કેટલીક જરૂરી વાતોને ધ્યાનમાં રાખો, નહીતર તમારી હોમ લોન બેંક રિજેક્ટ કરી શકે છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ તે 8 કારણોની જેના લીધે સામાન્ય રીતે તમારી હોમ લોન રિજેક્ટ થઇ જાય છે.

1. જલદી-જલદી નોકરી બદલવી
જો તમે જલદી-જલદી નોકરી બદલો છો, અને અચાનક જ તમે મકાન લેવાનું વિચારો છો, ત્યારે બેંક તમને લોન આપવાની ના પાડી દે છે. બેંક તે લોકોને પ્રાથમિકતા આપે છે, જે લોકો એક કંપનીમાં સ્થિર થઇને કામ કરે છે.

2. ડીફોલ્ટર લિસ્ટ
ડિફોલ્ટ લિસ્ટ તે યાદી હોય છે જેમાં એમનું નામ નાખવામાં આવે છે કે જે લોકો ઇએમએઆઇ સમય પર ચૂકવી શકતા નથી. જો આ યાદીમાં તમારું નામ છે તો બેંક તમને લોન આપશે નહી. પછી ભલે તે પર્સનલ લોન, ઓટો લોન કે લોન અગેંસ્ટ પ્રોપટીના લીધે તમારું નામ આ યાદીમાં નાખવામાં આવ્યું હોય.

3. જુની મિલ્કત
જો તમે કોઇ જૂની બિલ્ડીંગ કે ફ્લેટ ખરીદી રહ્યાં છો, તો બેંક તમને લોન નહી આપે. 20 વર્ષથી વધુ જુની બિલ્ડીંગ પર તો ક્યારેય લોન નહી મળે.

4. જો પહેલાં તમારી લોન રિજેક્ટ થઇ ચૂકી છે
જો પહેલાં કોઇ બેંકે તમને લોન આપવાની ના પાડી હતી. તો બેંક તે વાતને પણ નજરઅંદાજ નહી કરે. પોતાનો ડેટાબેસ અને તમારી વર્તમાન આર્થિક સ્થિને જાણ્યા બાદ જ બેંક નિર્ણય લેશે.

5. પહેલાની લોન
જો તમે પહેલાં લોન લઇ ચૂક્યા છો અને એકપણ તમે સમયસર પૂરી નથી કરી તો બેંક તમને નવી લોન આપવાની ના પાડી શકે છે.

6. ખરાબ ક્રેડિટ રેટિંગ
જો તમારો સિવિલ સ્કોર ખરાબ છે અને તમે બેડ ક્રેડિટ રેટીંગ અંતર્ગત આવો છો, તો તમને લોન નહી મળે. આવું ત્યારે થાય છે જ્યારે તમે ઇએમઆઇ ચુકવવામાં મોડું કરો છો.

7. નિયમાનુસાર બિલ્ડીંગ ન બની હોય
જે બિલ્ડીંગમાં તમે ફ્લેટ ખરીદવા જઇ રહ્યાં છો, જો તે નગર નિગમના નિયમો અંતર્ગત બનેલી ન હોય, તો બેંક તમને લોન આપવાની ના પાડી શકે છે.

8. સંપત્તિ પર કેસ
જે સંપત્તિને તમે ખરીદવા ઇચ્છો છો અને જો તે સંપત્તિ પર કોઇ કેસ ચાલી રહ્યો છે તો બેંક તમને લોન નહી આપે.

You might also like