માર્ગ અકસ્માતો યથાવત્ઃ વધુ આઠનાં મોતઃ સાતને ગંભીર ઇજા

અમદાવાદ: રાજ્ય માર્ગ અકસ્માતોના બનાવો યથાવત્ રહ્યા છે. જુદા જુદા હાઇ વે પર બનેલા અકસ્માતોમાં વધુ આઠ વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે સાતને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ લીંબડી હાઇ વે પર જાખણ ગામના પાટિયા પાસે કારની અડફેટે આવી જતાં સુુરેશ ગોરધનભાઇ નામના યુવાનનું તેમજ આ હાઇ વે પર ટોકરાળા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મયૂરભાઇ પ્રફુલભાઇ નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. વીસનગરમાં કસાઇ કુઇ ચોકડી પાસેથી લગ્નપ્રસંગ માટે ફુલોથી સજાવી નીકળેલી હોન્ડા સિટી કારે સ્કૂટર ચાલક ચંદુભાઇ સોલંકીને અડફેટે લેતાં તેનું મોત નીપજયું હતું.

આ ઉપરાંત રાજકોટ કુવાડવા રોડ પર બનેેલા હિટ એન્ડ રનના બનાવમાં એક અજાણ્યા યુવાનનું મોત થયું હતું. પાલીતાણા માલપરા રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક વિનુભાઇ બારૈયાનું મોત થયું હોવાનું જાણવા મળે છે. તેમજ કચ્છમાં માંડવી રોડ પર ગાલાનગર ચોકડી પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત થયા હતા. જ્યારે ચારને ઇજા થઇ હતી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like