વડોદરાની ફટાકડાની દુકાનમાં ભયાનક આગ : 8 મજુરોનાં મોત

વડોદરા : વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગાણે ભીષણ આગ લાગતા 8 લોકોનાં મોત નિપજ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામે આવેલા ફટાકડાનાં ગોડાઉનમાં અચાનક આગ લાગતા અંદર રહેલા તમામ શ્રમીકો ફસાઇ ગયા હતા.

જો કે ફટાકડાની ફેક્ટરીમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ફસાયેલા 8 શ્રમીકોનાં મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વડોદરા ફાયબ્રિગેડને જાણ કરાતા 4 ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પોલીસ અને ફાયરની ગાડીઓ હાજર છે.

તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ એટલી વિકરાળ હતી કે ફટાકડાની બંન્ને દુકાનો ઉપરાંત આસપાસના મકાનોમાં પણ ફેલાઇ ગઇ હતી. આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડ ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. વડોદરા ગ્રામીણના એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે આગ એક ફટાકડાની દુકાનમાં લાગી હતી. જે આસપાસની દુકાનોમાં ફેલાયા બાદ આસપાસનાં ઘરોમાં પણ ફેલાઇ ગઇ હતી. અત્યાર સુધીમાં 8 શબ મળી આવ્યા છે.

You might also like