ભારતમાં દર ૧૦માંથી ૮ યુવાનો ઇન્ટરકાસ્ટ મેરેજના હિમાયતી છે

આંતરજ્ઞાતીય લગ્નો બાબતે ભારતમાં પરિવર્તનનો વાયરો ફુંકાઇ ચૂકયો છે. આજથી રપ વર્ષ પહેલાં લગ્ન માટે જે માન્યતાઓ હતી એ હવે બદલાઇ રહી છે. ઇનફેકટ આજની યંગ પેઢી અને ખાસ તો ૧૯૮૧ની સાલ પછી જન્મેલા યુવાનો જીવનસાથીની પસંદગીના મામલે ફોરવર્ડ વિચાર ધરાવતા થઇ ગયા છે.

લગભગ એક કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી એક ન્યૂઝ ઐપે લગભગ ૧.૩ લાખ નેટીઝન્સનો સર્વે કરીને તારવ્યુું છે કે દર દસમાંથી આઠ યુવકોને આંતરજ્ઞાતીય લગ્નમાં કોઇ વાંધો નથી. લગભગ ૭૦ ટકા યુવકોને લાગે છે કે લગ્ન પછી તેમના પાર્ટનરે અટક બદલવી જ પડે એવું જરૂરી નથી. સર્વેમાં ભાગ લેનારા પ૦ ટકા નેટિઝન્સ શહેરી વિસ્તારના હતા. લગભગ ૮૪ ટકા યુવતીઓનું માનવું છે કે પાર્ટનર તેમનાથી વધારે કમાતો હોય કે ઓછું એનાથી કોઇ ફરક પડતો નથી.

You might also like