દિલ્હી બન્યું ફરી શર્મસાર, 8 માસની બાળકી પર દુષ્કર્મ

દિલ્હીના શકૂરબસ્તી વિસ્તારમાં આઠ મહીનાની બાળકી સાથે દૂષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ મામલે બાળકીના ચચેરા ભાઇની ધરપકડ કરી છે. આ મામલો રવિવારે બન્યો હતો. જ્યારે બાળકીની માતા રવિવારે રાત્રે કામથી ઘરે પરત ફરી ત્યારે તેને ખબર પડી હતી.

ઝખ્મી હાલતમાં બાળકીને નજીકની હોસ્પિલ સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ બાળકીના પરિવારમાં તેના પિતા મજદૂરી કરે છે જ્યારે માતા બીજાના ઘરમાં વાસણ માંજવાનું કામ કરે છે.

દિલ્લીમાં ફરી એકવાર શર્મસાર કરનારી ઘટના ઘટી છે. દિલ્લીના નેતાજી સુભાષ પેલેસ વિસ્તારમાં 8 માસની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાનો મામલો સામે આવ્યું છે. આરોપી બાળકીનો સંબંધી જ હતો..અને એકલતાનો લાભ ઉઠાવી દારૂના નશાની હાલતમાં માસૂમ બાળકીને પીંખી નાખી.

જોકે બાદમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.જ્યાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.. દૂષ્કર્મ આચારનાર આરોપી બાળકીના કાકાનો પુત્ર હતો અને બાળકીના માતા-પિતા બહાર જતાં આરોપીએ નશાની હાલતમાં આ દુષ્કર્મની ઘટનાને  અંજામ આપ્યો હતો.

હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ત્યારે સ્વાતી માલિવાલે સરકાર સમક્ષ માગણી કરી છે કે નાની બાળકીઓ પર બળાત્કારની ઘટનામાં ઝડપથી સજા થવી જોઈએ.

You might also like