આલ્કોહોલનાં સેવનથી વિશ્વમાં વર્ષે ર૮ લાખનાં મોત

આલ્કોહોલનાં સેવનથી થતાં કેન્સર, ટયૂબરક્યુલોસીસ અને હૃદયરોગને લીધે જ્યારે આલ્કોહોલની અસર હેઠળ વાહન ચલાવતી વખતે થતા માર્ગ અકસ્માતને કારણે વિશ્વમાં વર્ષે ર૮ લાખ લોકોનાં મૃત્યુ થાય છે એમ સીએટલની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનાં સંશોધકોએ જણાવ્યું હતું.

કોઇ પણ પ્રકારનાં હળવાં પીણાંથી વ્યકિત તંદુરસ્ત રહે છે એવા કે પછી કોઇ પણ પ્રકારના આલ્કોહોલા સેવનથી સ્વાસ્થ્ય સુધરે છે એવા કોઇ પુરાવાઓ મળ્યાં નથી. હકીકતમાં તો કયારક આલ્કોહોલ પીવો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સંશોધકોએ આલ્કોહોલના સેવનથી દૂર રહેવા સલાહ આપી છે.

You might also like