14 ઓક્ટોબરે નાના બજેટની એક સાથે 8 ફિલ્મો બોક્સ ઓફિસ પર

મુંબઇ: ફિલ્મોના પ્રમોશન માટે બેનરો અવનવા પ્રયત્નો કરતાં હોય છે. બે મોટા બેનરના લોકોની ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થનાર છે. જેમાંથી એક છે અજય દેવગણની શિવાય અને બીજી છે રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય બચ્ચની એ દિલ હે મુશ્કિલ છે. આ બન્ને ફિલ્મોએ પ્રમોશન માટે સૌથી વિવાદીત વ્યકિત કેઆરકે એટલે કે કમાલ આર. ખાનનો સહારો લીધો હતો પરંતુ મીડિયાએ બે ત્રણ દિવસ ચગાવ્યા બાદ આ મુદ્દાને બંધ કરી કરી દીધો હતો.

પરંતુ 14 ઓક્ટોબરે નાના બજેટની આઠ ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થનાર છે. તેના માટે ચાહકો આતુરતાથી રાહ જોઇને બેઠા છે. કારણ કે તેના એક અઠવાડિયા પછી કોઇ પણ ફિલ્મ રિલીઝ ન થવાને કારણે આ નાના બજેટની ફિલ્મો જોવા દર્શકો જરૂરથી જશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેમાં મનોજ બાજપેયી, કેકે મેનન, અનુપમ ખેર સ્ટારર સાત ઉચક્કે, અણ્ણા હઝારે, એક તેરા સાથ, ફુદુ, એક થા હીરો, ગાંધીગીરી, એનિમેશન ફિલ્મ મહાયોદ્ધા રામ અને મોટુ પતલુઃ કિંગ ઓફ કિંગ્સનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં સાત ઉચક્કે અને બાળકોને લોકપ્રિય એવા મોટુ-પતલુ બોકસ ઓફિસ પર બાજી મારે એવી શકયતા છે. જો કે આ આઠ ફિલ્મોને અન્ય શુક્રવારે કોઈપણ ફિલ્મ રીલીઝ નથી થઈ રહી તેનો લાભ તો જરૂર થઈને રહેશે. હવે આ આઠ ફિલ્મોમાં કોણ બાજી મારશે તે તો ૧૪ ઓકટોબર બાદ જ ખબર પડશે.

You might also like