અફઘાનિસ્તાનના સ્ટેડિયમમાં શ્રેેણીબદ્ધ બોમ્બ ધડાકાઃ આઠનાં મોતઃ અનેક ઘાયલ

કાબુલ: અફઘાનિસ્તાનના પૂર્વીય શહેર જલાલાબાદમાં એક સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ પૈકી કેટલાંયની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત છે.

પ્રાંતીય પરિષદના સભ્ય સોહરાબ કાદરીએ જણાવ્યુું હતું કે રમજાનના પવિત્ર માસની શરૂઆત પ્રસંગે શુક્રવારે એક ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત એક ક્રિકેટ મેચ દરમિયાન શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થતાં સ્ટેડિયમ ધ્રુજી ઊઠ્યું હતું અને ભારે અફરાતફરી મચી ગઇ હતી. કાદરીના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ બે રોકેટના કારણે થયા છે, જેમાં આઠનાં મોત થયાં છે અને પ૦થી વધુ ઘાયલ થયા છે.

નાંગરહારના પ્રાંતીય ગવર્નરના પ્રવકતા અતાઉલ્લાહ ખોગયાનીના જણાવ્યા અનુસાર સ્ટ‌ેડિયમમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં આઠ દર્શકોનાં મોત થયાં હતાં. બોમ્બ વિસ્ફોટના કારણે સ્ટેડિયમમાં ભાગદોડ મચી ગઇ હતી. બોમ્બ વિસ્ફોટ અંગે જાણ થતાં પોલીસ અને વહીવટી અધિકારીઓ તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત-બચાવની કામગીરી હાથ ધરી હતી.

You might also like