ગૌપ્રેમી આત્મહત્યાનાં મુદ્દે વિવાદિત PI નકુમની બદલી

રાજકોટ : રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે 8 ગૌભક્તોએ ઝેરી દવા ગટગટાવી હતી. જેમાં જસદણનાં ગઢડિયાનાં ગભરૂ લાબડીયા નામનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ મુદ્દે ગૌરક્ષકો દ્વારા વિસ્તારનાં PI પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેનાં પગલે પોલીસ કમિશ્નર દ્વારા પીઆઇ નકુમની બદલી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઇ નકુમનો કાર્યકાળ પહેલાથી જ વિવાદિત રહ્યો છે. અગાઉ નકુમ એક બિલ્ડરનાં કેસમાં વિવાદમાં ફસાયા હતા.

રાજ્યનાં ગૃહ વિભાગે સ્પે્શ્યલ ઓર્ડર દ્વારા તેની બદલી માટેનાં આદેશો આપ્યા હતા. ઘટનામાં ગૌભક્ત ગભરૂને ઝેર અપાયું હોવાની બાબત સામે આવી હતી. આ મુદ્દે પોલીસ કમિશ્નર દ્વારા તપાસ માટેનાં આદેશો આપ્યા હતા. જે અંગે ગભરૂનાં ભાઇએ જણાવ્યું હતું કે ગભરુ ક્યારે પણ આત્મહત્યા કરે તેવો નથી. પોલીસ કમિશ્નર દ્વારા આ અંગે વિસ્તૃત તપાસનાં આદેશ અપાયા છે. તે માટે વિવિધ સમાચાર ચેનલનાં વિડિયો ફૂટેજ તથા તસ્વીરો મંગાવવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગભરૂભાઇ જ્યારે ટોળામાં આવ્યા ત્યારે તેનાં હાથમાં કાંઇ નહોતું. અચાનક કોઇએ તેને હાથમાં બોટલ આપી હતી. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે તેને તેવી માહિતી હતી કે બોટલમાં શેમ્પુનું પાણી છે. જો કે તેમાં સાચે જ ઝેર હતું. ગભરૂભાઇ શેમ્પુનું પાણી સમજીને ગટગટાવી ગયા હતા. અનુમાન લગાવાઇ રહ્યું છે કે ગૌસેવકો દ્વારા એસિડ મિશ્તિત પાણી પી લીધુ હતું. આ મુદ્દે વિપક્ષ દ્વારા પણ હોબાળો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગભરૂભાઇનાં મોત બાદ બીજા દિવસે બંધનું એલાન અપાયું હતું જો કે દુકાનો બંધ નહી રહેતા પથ્થરમારો પણ કરાયો હતો.

You might also like