હવે આટલાં દેશોમાં પણ માન્ય રહેશે ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ

સામાન્ય રીતે મોટા ભાગે લોકો વિદેશમાં ફરવાના વીઝા વધારે લેતા હોય છે કેમ કે ભારતીય લોકોમાં વિદેશમાં ફરવાનો ક્રેઝ વધારે જોવા મળતો હોય છે. જો ભારતીય લોકોને વિદેશમાં ફરવાનો મોકો મળી જાય તો ત્યાં વિદેશી ડ્રાઇવિંગ લાયસન્સની સમસ્યા ઊભી થતી હોય છે.

એવાં ઘણાં ભારતીય લોકો છે કે જેને વિદેશમાં કાર ચલાવવાની ઇચ્છા હોય છે પરંતુ વિદેશી ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાંને કારણે આ ઇચ્છા માત્ર એક સપનું બનીને જ રહી જતું હોય છે. પરંતુ આજે અમે તમને કેટલાંક એવા દેશો વિશે વાત કરીશું કે જ્યાં આપ ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાથી પણ વિદેશમાં ગાડી ચલાવી શકો છો.

બસ માત્ર શરત એવી છે કે આપને ભારતની ગાડીઓનાં સ્ટીયરિંગની તુલનામાં તે દેશોનાં નિયમો અનુસાર ગાડી ડ્રાઇવિંગ કરવી જરૂરી રહેશે. તો આવો જાણીએ એ 8 દેશો વિશે કે જ્યાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ આધારે આપ પૂરો દેશ ફરી શકો છો…

1. અમેરિકાઃ

અમેરિકામાં આપ આપનાં ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક વર્ષ સુધી ગાડી ચલાવી શકો છો. પરંતુ આપને એનાં માટે આપનું લાયસન્સ માન્ય તેમજ અંગ્રેજીમાં હોવું જરૂરી છે. આપની પાસે જો આ પણ નથી તો આપ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સથી પણ ગાડી ચલાવી શકો છો. આ સાથે આપને એક ફોર્મ I-94ની કોપીની પણ જરૂરિયાત ઊભી રહેશે કે જેમાં આપની અમેરિકા જવાની તારીખ પણ લખેલી હશે.

2. જર્મનીઃ

ભારતનાં જે લોકો જર્મનીમાં ફરવા માગે છે તેઓ 6 મહિના સુધી પોતાનાં ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સથી પણ ગાડી ચલાવી શકશે. ધ્યાનમાં રાખવા જેવી એ વાત છે કે ગાડી ચલાવતી સમયે પોતાની સાથે દરેક ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખશો.

3. દક્ષિણ આફ્રિકાઃ

અમેરિકાની જેમ દક્ષિણ આફ્રિકામાં પણ ગાડી ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ અને એ પણ અંગ્રેજી ભાષામાં હોવું ખાસ જરૂરી છે. કેમ કે ગાડી રેન્ટ પર લેતા પહેલા આપને આ દેખાડવું ફરજિયાત છે.

4. સ્વિટ્ઝર્લેન્ડઃ

આ સુંદર દેશમાં ડ્રાઇવિંગ કરવાની મજા જ કંઇક અનેરી હોય છે. અહીં આપ ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સનાં આધારે 1 વર્ષ સુધી ગાડી ચલાવી શકો છો.

5. નોર્વેઃ

અહીં પણ આપને ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ સાથે 3 મહિના માટે ગાડી ચલાવવાની પરવાનગી મળે છે.

6. ન્યૂઝીલેન્ડઃ

અહીં ગાડી ચલાવવા માટે આપની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે. આ સાથે જ આપનું ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી છે. પરંતુ જો આવું નથી થતું તો ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા આપને લાયસન્સ અંગ્રેજીમાં બનાવવું પડશે.

7. ઓસ્ટ્રેલિયાઃ

ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીનલેન્ડ અને સાઉથ ઓસ્ટ્રેલિયા આ દરેક જગ્યાઓ પર આપનું ઇન્ડીયન લાયસન્સ માન્ય રહેશે પરંતુ ઓસ્ટ્રેલિયામાં આપ 3 મહિના સુધી જ ગાડી ચલાવી શકશો.

8. ફ્રાન્સઃ

ફ્રાન્સમાં આપ પૂરા વર્ષ સુધી ઇન્ડીયન લાયસન્સ પર ગાડી ચલાવી ચલાવી શકો છો. માત્ર તમારે આ લાયસન્સની ફ્રેચ કોપી બનાવીને પોતાની પાસે રાખવી જરૂરી છે.

You might also like