અખિલેશ સરકારે 7માં પગાર પંચને આપી મંજૂરી: ટૂંકમાં કરશે લાગૂ

લખનઉ : ઉત્તર પ્રદેશનાં લગભગ 22 લાખ કર્મચારીઓ અને પેન્શરઘારકોનાં માટે સોમવારે અખિલેશ યાદવની કેબિનેટ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર લઇને આવી. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી યાદવે જાહેરાત કરી કે કર્મચારીઓને સાતમાં પગાર પંચ આપવાની દિશામાં સરકારે પગલુ ઉઠાવ્યું છે. ઉત્તરપ્રદેશમાં લગભગ 16 લાખ રાજ્ય સરકારનાં કર્મચારીઓ છે જ્યારે 6 લાખ પેન્શન ધારકો છે જેમને આ નિર્ણયથી ફાયદો થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે તેનાં માટે એક કમિટીની રચનાં કરવામાં આવશે. જેનાં અધ્યક્ષની નિયુક્તિ તે પોતે કરશે. આ કમિટી છ મહિનાની અંદર પોતાનો અહેવાલ સોંપશે.

સુત્રોનાં અનુસાર ચુંટણીની આ સિઝનમાં સરકારનાં પક્ષે વાતાવરણ બનાવવા માટે અખિલેશ સરકાર બેથી ત્રણ મહિનામાં જ નવું પગારપંચ લાગુ કરી દેશે. જેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો તથા તેનાં પરિવારનાં લોકો ખુશ થાય ઉપરાંત આચારસંહિતા પહેલા કામ પણ પુરૂ થઇ જાય. માનવામાં આવી રહ્યું છે કે સાતમું પગાર પંચ ઓક્ટોબરમાં જ લાગુ કરી દેવામાં આવશે

મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું તેને લાગુ કરવામાં સરકાર પર 24 હજાર કરોડનો બોઝો પડશે પરંતુ રાજ્યસરકારનાં કર્મચારીઓનાં માટે એચઆરએ 20 ટકા વધારવાનો પ્રસ્તાવ હાલ અટકેલો પડ્યો છે. જો કે તેને પણ મંજુરી મળી શકે છે.

You might also like