કર્મચારીઓની હેપ્પી હોળી, રાજ્યના કર્મચારીઓને 7મા પગારપંચનો લાભ મળશે

રાજ્યના સરકારી કર્મચારીઓને સરકારે હોળીના તહેવાર પર ભેટ આપી છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળશે, તેવી જાહેરાત નાણામંત્રી નીતિન પટેલે કરી છે.

રાજ્યના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ તફાવત રકમ ચૂકવાશે. પંચાયત કર્મચારીઓ, પેન્શનરોને તફાવત રકમ ચૂકવાશે. સરકાર પગાર પેટે 2258.34 કરોડ ચૂકવશે. પેન્શનરોને 9 મહિનાની તફાવત રકમ ચૂકવાશે. તફાવતની રકમ 3 હપ્તામાં રોકડથી ચૂકવાશે. સાતમા પગારપંચનો 4.65 લાખ કર્મચારીઓ અને 4.12 લાખ પેન્શનરોને ફાયદો થશે.

નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કરી ગૃહમાં જાહેરાતઃ
૧ રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડ માં ચૂકવાશે રાજય સરકારને રૂ.૩૨૭૯.૭૯ કરોડનુ વધારાનુ ભારણ

૨ કર્મચારીઓને તા.૧-૧-૨૦૧૬ થી તા.૩૦-૯-૨૦૧૬ સુધીના સાત માસ અને પેન્શનરોને તા.૧-૧-૨૦૧૬ થી તા.૩૦-૯-૨૦૧૬ના નવ માસના તફાવતની રકમ ચૂકવાશે

૩ પ્રથમ હપ્તો માર્ચ માસમા બીજો હપ્તો મે માસમા ત્રીજો હપ્તો જુલાઈ માસમા ચૂકવાશે

૪ રાજયના ૪.૬૫ લાખ કર્મચારીઓ અને ૪.૧૨ લાખ પેન્શનરોને લાભ

You might also like