સાતમું પગારપંચઃ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ,HRA 30 ટકાથી વધારે નહીં

નવી દિલ્હીઃ સાતમાં પગારપંચમાં સરકાર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને HRA 30 ટકાથી વધારે નહીં વધારે. ગત સપ્તાહે એલાઉન્સ કમીટિની રિપોર્ટ બાદ સરકારે તેને નકારી દીધી છે. ગત સપ્તાહે પોતાના અભિપ્રાયોને કમિટીએ નાણામંત્રી અરૂણ જેટલીને સોપ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે સરકારી કર્મચારીઓના ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં કોઇ પણ વધારો કરવામાં નહીં આવે.

મળતી માહિતી મુજબ રિપોર્ટમાં કમેટીએ અલાઉન્સ વધારવાની વાત કરી હતી. એલાઉન્સ કમિટીની આગેવાની નાણા સચિવ અશોક લવાસા કરી રહ્યાં છે. તેમણે સહમતી આપી હતી કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ વધારવું જોઇએ. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને મોટો ફટકો પડશે. કેન્દ્રિય કર્મચારીઓનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છઠ્ઠા પગાર પંચ જેટલું જ રહેશે.

વેતન વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં કાપ કરીને 24 ટકા કરવાની ભણામણ કરી છે. છઠ્ઠા પગાર પંચમાં કેન્દ્રિય કર્મચારીઓને 30 ટકા HRA મળતું હતું. કેટલાક રિપોર્ટ પ્રમાણે રિવ્યૂ કમિટીએ HRAના દરમાં કાપ ન કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે ગત વર્ષે જૂન મહિનામાં સાતમાં પગાર પંચની ભલામણને મંજૂરી આપી હતી. પરંતુ ભથ્થા અંગેની ભલામણને રિવ્યૂ કરવા માટે નાણા સચિવ અશોક લવાસાની કમિટી તૈયાર કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like