૭ ઓગસ્ટે ધૂમકેતુ પાનસ્ટાર્સ પૃથ્વી નજીકથી પસાર થશે

નૈનિતાલ: એક વિસ્ફોટ બાદ ૧૫ ઘણો ચમકીલો બની ગયેલો ધૂમકેતુ પાનસ્ટાર્સ આગામી સાતમી ઓગસ્ટે પૃથ્વી નજીકથી પસાર થશે. તેનું નામ પાનસ્ટાર્સ સી-૨૦૧૭ એસ-૩ છે. તે લીલા રંગનો છે.

ભારતીય તારા ખગોળિય સંસ્થાના વરિષ્ઠ ખગોળ વિજ્ઞાની પ્રો. આર.સી. કપૂરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેની ચમક એટલી વધી જશે કે તેને પરોઢિયે પણ જોઈ શકાશે. તેનો રંગ લીલો હોવાના કારણે તેની ખૂબસુરતીમાં વધુ નિખાર આ‍વશે. હાલ તે લગભગ ૨.૬૦ લાખ કિમીના વિસ્તારમાં ગેસિય વાદળોથી ઘેરાયેલા છે. વિજ્ઞાનીઓ એવી સંભાવના વ્યકત કરી રહ્યા છે કે કયારેક તે છિન્ન-ભિન્ન થઈ શકે છે. જાણીતા અમેરિકન મેગેઝિનમાં સ્કાય એન્ડ ટેલિસ્કોપમાં ધૂમકેતુમાં અપ્રત્યાશિત ઘટનાની વાત કહી છે. જે ખૂબ જ રોમાંચકારી સાબિત થઈ શકે છે.

આ ધૂમકેતુ પહેલીવાર સૂર્યનો સામનો કરવા તરફ આગળ વધી રહ્યો છે. હાલ તેની પૂંછ નીકળી શકી નથી. તેને દૂરબીનથી જોવાથી તે ચંદ્રમાના ૧૦મા ભાગના આકાર જેવો જોવા મળે છે. તે તેની કક્ષામાં સૂર્યની તરફ આગળ વધી રહ્યો છે. તે સૂર્યથી લગભગ ત્રણ કરોડ કિમી દૂરથી પસાર થશે. અને પહેલીવાર સૂર્યની નજીક આવી જશે. તે બુધની કક્ષાની અંદર થઈને પસાર થશે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ ધૂમકેતુની આ સફર આખરી પણ હોઈ શકે છે.

You might also like