ધુમ્મસના કારણે રેલવેની ઝડપ પર કાપ, એક સાથે 76 ટ્રેનો કરાઈ રદ્દ 15 જાન્યુઆરી સુધી

ધુમ્મસને કારણે ટ્રેનો કેન્સલ થઈ રહી છે અથવા લેટ થવા લાગી છે આ દિશમાં સતત ટ્રેન કેન્સલેશનના સમાચારો બહાર આવી રહ્યા છે. હવે રેલવે એ એક સાથે 76 ટ્રેનો રદ્દ કરી છે. મોસમની ચપેટમાં આવવાથી રેલવેની ભર શિયાળામાં પશીનો આવવા લાગ્યો છે. પહેલા રેલવે મંત્રાલયે નક્કી કર્યું હતું કે આ વખતે ધુમ્મસને કારણે સીઝન માટેની ટ્રેનો પહેલેથી જ કેન્સલ કરી દેવામાં આવી. પરંતુ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ધુમ્મસની મારને કારણે રેલવેનો પ્લાન પાટા પરથી ઉતરી ગયો.

એવામાં રેલવેએ 54 ટ્રોનોને લઈને 15થી 18 જાન્યુઆરી સુધી સંપૂર્ણપણ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. આ સિવાય 22 ટ્રેનોને અઠવાડિયા દરમિયાન એક દિવસ પણ નહિ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર રેલવેએ સીપીઆરઓના જણાવ્યા પ્રમાણે ધુમ્મસની સંભાવના વચ્ચે લોકોને મુશ્કેલીથી બચાવવા માટે રેલવેએ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે પહેલી નવેમ્બર અને ત્યાર બાદ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં પોતાની ઉસર પડી રહી છે. પરંતુ ધુમ્મસને કારણે 200 જેટલી ટ્રેનોની વર્ધીને રદ્દ કરવાનો નિર્ણય રેલવેએ લીધો છે. એવામાં ધુમ્મસની અનિશ્ચિતતાને પગલે રેલવેએ પોતાનો પ્લાન બદલવો પડશે.

રેલવેએ જે ટ્રેનોને ધુમ્મસને કારણે ચાલતી બંધ કરવાનો નિર્ણય લીધો છે એમાં બેગમપુરા એક્સપ્રેસ, ઉંચાહારા એક્સપ્રેસ, લિચ્છવી એક્સપ્રેસ, સિલાયદહ એક્સપ્રેસ, લખનોઉ ડબલડેકર એક્સપ્રેસ, ગોરખપુર વીકલી એક્સપ્રેસ, જયપુર-ચંડીગઢ એક્સપ્રેસ અને મઉ એક્સપ્રેસ. આ તમામ ટ્રેન 15 જાન્યુઆરી સુધી કેન્સલ રહેશે.

You might also like