જયલલિતાનાં નિધનના આઘાતથી ૭૭ લોકોનાં મોતઃ AIADMKનો દાવો

નવી દિલ્હી: અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કગઝમ(એઆઈએડીએમકે)એ દાવો કરતાં જણાવ્યું છે કે તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનાં નિધન થયાના સમાચાર સાંભ‍ળી તેના આઘાતથી 77 લોકોનાં મોત થયાં છે. આ અગાઉ પણ જયલલિતાને આવકથી વધુ સંપતિ ધરાવવાના કેસમાં સજા થઈ હતી ત્યારે પણ કેટલાક લોકોએ આપઘાત કરી લીધા હતા.

અંગ્રેજી અખબાર ધ ઈકોનોમિકસ ટાઈમ્સના જણાવ્યા અનુસાર એઆઈએડીએમકે તરફથી જારી કરવામાં આવેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતાનાં નિધનના સમાચાર સાંભ‍ળતાં તેના આઘાતમાં સરી પડેલા કુલ 77 લોકોનાં મોત થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયલલિતાના સમર્થકો તેમને ભગવાનની જેમ પૂજે છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ અત્યાર સુધી 30 લોકોનાં મોત અને ચાર લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે એઆઈએડીએમકે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 77 લોકોનાં મોત થયા હોવાનો દાવો કર્યો છે. જયલલિતાના મોત બાદ કથિત રીતે સળગી જવાનો પ્રયાસ કરનારા પાર્ટીના પદાધિકારી તથા પોતાની આંગળીઓ કાપી નાખનારા લોકોને પાર્ટીએ 50-50 હજારનું વળતર આપવા જાહેરાત કરી છે.
http://sambhaavnews.com/

You might also like