મોદી સરકારે આ મંત્રીઓ પાસે રાખી છે આટલી રોકડ: રિપોર્ટ

નવી દિલ્હી: નોટબંધીની જાહેરાત બાદથી એ લોકા સૌથી વધારે પરેશાન છે, જેની પાસે જરૂરિયાત કરતાં વધઆરે રોકડ છે. હવે આ ઘટનામાં મોદી સરકારના કેટલાક મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે 76 મંત્રીઓમાંથી માત્ર 40 લોકોએ જ રોકડ રકમની જાહેરાત કરી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કયા મંત્રી પાસે કેટલી રકમ છે.

મળતી માહિતી અનુસાર 31 માર્ચ 2016 સુધી સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ ડેટા કહે છે કે મોદી સરકારના મંત્રીઓ પાસે મોટી સંખ્યામાં રકમ છે.

કેન્દ્રીય નાણાંમંત્રાલય એરુણ જેટલી રોકડ રાખવાની બાબતમાં સૌથી આગળ છે. એમની પાસે 65 લાખ રૂપિયા રોકડ હતાં. બીજા નંબર પર શ્રીપદ નાઇક, રાજ્ય મંત્રી એમની પાસે 22 લાખ અને ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહિરની પાસે 10 લાખ હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેમની પાસે 89,700 રૂપિયા રોકડ છે. 23 મંત્રીઓ પાસે 2 લાખ રૂપિયા કરતાં પણ ઓછી રોકડ હતી. જ્યારે 15 મંત્રી સાથે 2.5 લાખથી વધારે રોકડ હતી.

મંત્રીઓ માટે આચાર સંહિતામાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષે પ્રધાનમંત્રી કાર્યાલયની સાથે પોતાની સંપત્તિ અને જવાબદારીઓ શેર કરે.

You might also like