પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે કે જગજાહેર બાબત છે. આમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની સાઠગાંઠ ખૂલી પડીને અગાઉના કમિશનર દ્વારા શો-કોઝ નો‌િટસ પણ ફટકારાઇ હતી, પરંતુ છેવટે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. દરમ્યાન પશ્ચિમ ઝોનમાં છેલ્લાં પાંચ વર્ષના રૂ.૭પ૦ કરોડના રોડના કામનો હિસાબ જ અધ્ધરતાલ રહ્યો હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી છે.

તંત્ર દ્વારા ખાસ કરીને રોડનાં કામમાં હજુ પણ ગુણવત્તા જળવાતી નથી તેવી ભાજપના સભ્યોની ફરિયાદો વચ્ચે પશ્ચિમ ઝોનમાં છેલ્લાં પાંચ વર્ષના રોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ હોવાનો મામલો મ્યુનિસિપલ વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યો છે. શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં દર વર્ષે રોડ રિસરફે‌િસંગ, પેચવર્ક અને નવા રોડના કામ પાછળ અંદાજે રૂ.૧પ૦ કરોડ ખર્ચાય છે એટલે છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ રૂ.૭પ૦ કરોડના રોડનાં કામ થયાં છે.

પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા આ કામ કરાવતી વખતે કયા કામ માટે કયા કોન્ટ્રાક્ટરને કેટલી રકમનું ફાઇનલ બિલ ચૂકવાયું તેની વિગત પદ્ધતિસર તૈયાર કરવી પડે છે, જેમાં જે તે વોર્ડની વોર્ડદીઠ રોડના કામ અને તે માટે કરાયેલા પેમેન્ટની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે.

આ તમામ કામો પૈકી ફાઇનલ બિલ કેટલાં બનાવાયાં છે તેની વિગત પણ તૈયાર કરવી ફર‌િજયાત છે, જોકે કરોડો રૂપિયાની ચુકવણી ફાઇનલ બિલ મારફતે કરાઇ હોવા છતાં આ બાબતે સક્ષમ સત્તા હજુ સુધી અંધારામાં જ છે. ઇજનેર વિભાગને તત્કાળ પૂર્ણ માહિતી નિશ્ચિત સમયમર્યાદામાં રજૂ કરવા અંગે તંત્ર દ્વારા વારંવાર તાકીદ કરાઇ છે તેમ છતાં આટલી ગંભીર બાબતની ઇજનેર વિભાગ દ્વારા સાદી નોંધ પણ લેવાઇ નથી તેવું મ્યુનિસિપલ વર્તુળો જણાવે છે.

દરમ્યાન રોડનાં કામના મામલે ખુદ શાસકોને અંધારામાં રખાયા છે. રોડ-બિલ્ડિંગ કમિટીના સભ્યોએ ચેરમેન રમેશ દેસાઇ પાસે પણ કેટલા રોડનાં કામ થયાં તેની માહિતી નથી.

You might also like